Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

આનંદ

આનંદ

1 min
20


સહુને તું આનંદ કરાવજે,

ભૂખ્યા લોકોને ખવડાવજે,


આ દેહ વ્યર્થ ના ગુમાવજે,

પ્રેમ વધારી, ઈર્ષા ઘટાડજે,


મગજ સુવિચારે ચલાવજે,

પેટમાં પાપ કદી ના છૂપાવજે,


તારા અંતરાત્માને જગાડજે,

માતા - પિતાને શીશ ઝૂકાવજે,


વ્યસન ત્યજી જીવન ટકાવજે,

કોઈને વચન આપી ના ઠેલવજે,


ધાકધમકીથી ખોટા ના ડરાવજે,

વસ્ત્રહીનના શરીરને ઢંકાવજે,


કોઈને અલગ કદી ના તારવજે,

માનસિક ત્રાસથી નવ થકાવજે,


જીવન સુંદર રીતથી દીપાવજે,

પ્રાણી માત્ર પર દયા ધરાવજે,


જીવન મર્યાદાપૂર્ણ નીભાવજે,

શિશુઓને રોજ દૂધ પીવડાવજે,


ગરીબોની ખબર પૂછવા ફરકજે,

ના કોઈથી કદી સંબંધ બગાડજે,


કોઈનું સારું કરી સુખ ભોગવજે,

માનવદેહ અમૂલ્ય જાણી મૂલવજે,


હરિ નામ રટી લઈ બીજાને રટાવજે,

દસમો ભાગ કાઢીને ફાળો લખાવજે,


આંગણે આવેલ અતિથિને વધાવજે,

કોઈને ખોટી રીતે કદી ના શરમાવજે,


સંસ્કારનીય લોકોને કદી ના સતાવજે,


' પ્રવિણ ' હવે આ જુના વસ્ત્ર હટાવજે,

જૂની મંઝિલ ધ્વંસ કરીને નવી બંધાવજે.


Rate this content
Log in