STORYMIRROR

kusum kundaria

Others

4  

kusum kundaria

Others

આંખ

આંખ

1 min
465

આંખ છે આ તો વરસતી એ રહેવાની કદી,

ને ખુશીમાં પણ છલકતી એ રહેવાની કદી.


હોય ખાલીપો કદી ભીતર બને એ આયનો,

યાદમાં પાછી તરસતી એ રહેવાની કદી.


સાવ સાચું એ કહી દેશે છુપાવે રાઝ ના,

ભેદ ખોલીને કનડતી એ રહેવાની કદી.


દર્દ, પીડાને સાચવી લે ખરી અંદર વળી,

પીડમાં પણ જો મરકતી એ રહેવાની કદી.


સાવ નોખી છે વળી ભાષા જ એની આમ તો,

ના ઉકેલો તો ખટકતી એ રહેવાની કદી.


Rate this content
Log in