આંગણું
આંગણું
1 min
328
કાળી ડિબાંગ રાત્રિ, વીંધીને થતુ મોં સુજણું,
કૂણાં કૂણાં તડકુલિયાને, ખોળે બેસાડે આંગણું,
વૃક્ષોના પાને પાને ઓસ બિંદુ, આચમન લે છે ભાણ,
ભાવભીનું સ્વાગત કરે, દરરોજની જેમ આંગણું,
બપોરે શાહી સ્નાન કરે, ચમકી ઊઠે આંગણું,
પડે સોનેરી કિરણોનાં તાપ, દાજી ઊઠે ઘરનું આંગણું,
સમી સાંજે, સૌ કોઈ આવે ધમધમતું આંગણું,
હિંચકા હિંચે બાલવૃંદ, શોરબકોર આંગણું,
જાણે જીવમાં જીવ આવ્યો, હરખી ઊઠે આંગણું,
જોઈ પોતીકાં માણસો, ને નાચી ઊઠે આંગણું,
રજની વેળાએ, ચાંદનીમાં ન્હાય, ઝોકા ખાતું આંગણું,
ટમટમતાં તારા જાણે,
આછા ઉજાસની ચાદર તાણે,
ઠંડકથી ન્હાય ને અમને પણ નવડાવે ઝાકળ ભીનું આંગણું.
