આમ જ ચાલ્યાં કરે
આમ જ ચાલ્યાં કરે
ને એમ જ સુકા સાથે લીલુ'ય'
વગર વાંકે બળ્યા કરે,
ચૂંટણી ટાણે નેતા થોડો ચારો નાખે,
પછી ભ્રષ્ટાચારનો ભારો બાંધ્યા કરે,
આરંભે પ્રજા શૂરી, કાગારોળ મચાવે,
ને પછી લમણે હાથ રાખી બેસી રહે,
જાણે છે બધું,શું સાચું ? શું ખોટું ?
તોય મૂંગે મોંઢે લે સાંખી, ને મોં પર રાખે તાળું,
જેમ આવે દિવાળી ને દિવાળી પછી હોળી,
બસ એમ જ ભાજપ ને પછી કોંગ્રેસ ને,
કોની અપેક્ષા રાખો ? સૌ ચોરના ભાઈ ઘંટીચોર,
ને ફરિયાદી પણ એ, વાદી ને લવાદી ને કોર્ટ પણ,
આખા ગામને બે એક લુચ્ચા બે એક લુખ્ખા ચલાવે,
દોડાવે, રડાવે એમ જ દેશને બે એક બે એક ચલાવે,
ને આમ ને આમ જ ચાલ્યાં કરે એમાં ન કોઈ નવાઈ,
કાન્તાસુત દેશે સુવર્ણ વેચાય ભંગાર ભાવે, ન નવાઈ.
