આખરી દાવ
આખરી દાવ
ટું... ટું... ટું...
કાર્ડિયાક મશીનના ટહુકા.
શુઅઅ...શુઅઅ...
ઓક્સીજન મશીનના સુસવાટા.
ટીપ..ટીપ..ટીપ...
નસમાં રેડતા બાટલા..
ટીંગ..ટીંગ..ટીંગ...
છાતી પર ગૂંચવાયેલા વાયરો,
અને આ બધા સામે એકલો ઝઝૂમતો શ્વાસ.
મજાની રમત માંડી હતી સહુએ,
શ્વાસની છેલ્લી વિકેટ હતી,
આઈસીયુ જાણે સ્ટેડીયમ,
અને એ ખાટલો જાણે પીચ,
ત્રણ દિવસથી રમત ચાલતી હતી,
છેલ્લી ત્રણ મિનીટ રસાકસીની હતી,
છાતીની છલાંગ વધવા લાગી,
સ્પીડ પકડી,
જિંદગીને લાઈન ક્રોસ કરી પ્રવેશવાનું હતું,
આસપાસ ડોકટરો અને નર્સ,
ચીઅર લીડર બની અવાજો કરતા હતા,
આમથી તેમ દોડતા હતા,
દસ સેકન્ડ છેલ્લી જોરદાર હતી,
અને અચાનક શ્વાસ રન આઉટ,
ટું...
રમત પતી ગઈ.
