આખર તારીખ
આખર તારીખ


સવારે ઉઠીને જોયું કેલેન્ડરમાં તો
મન એકલું એકલું હરખાયું
નહોતું વર્ષ બદલાયું, નહોતો કોઈ વિશ મેસેજ
નહોતી પાછી વર્ષગાંઠ, નહોતું કોઈ એનીવર્સરી સેલિબ્રેશન
કારણ હતું એનું કે આખર તારીખ આવી.
આવી રે ભાઈ આવી આખર તારીખ આવી
એમાં પાછી આ તો ફેબ્રઆરી મહિનાની આવી.
પગાર બે દિવસ પહેલાં મળશે એ જાણી
મન પ્રફલ્લિત પામ્યું.
વહેલાં છૂટશું ને રમીશું કહેતાં વિદ્યાર્થીઓ હરખાણા
નોકરિયાત ખુશ, વિદ્યાર્થી ખુશ,
નવી સાડી લાવવાં પાછા ઘરનાં બૈરાં પણ ખુશ
આવી રે ભાઈ આવી આખર તારીખ આવી.
વેરાની વસુલાત કરવામાં કોર્પોરેશનને આખર તારીખ નડી.
નવા મહિના સાથે હોડ લગાવવા જાણે
એ તો મિલ્ખાની જેમ ભાગી,
કલમ ને કાગળ વચ્ચે જાણે હરીફાઈ લાગી.
આવી રે ભાઈ આવી આખર તારીખ આવી.
શાળામાં લિપયર ગણવું માથાનો દુઃખાવો લાગતો
આજે તો લિપ યરનો આનંદ કંઈ ઓર જ દેખાણો
આવી રે ભાઈ આવી આખર તારીખ આવી.