આકાશી આફત
આકાશી આફત
1 min
317
ગડગડાટ ગાજે વાદળ ને આકાશે વીજ અંજાય,
વરસાદી વાયરા વાય ને ઘોર અંધાર પથરાય,
આકાશી વાદળ વરસવા માટે ગોરંભાય,
આકાશી આફતના એંધાણ છે વરતાય,
હૈયે ભયના ઓથાર ઉતરે મન છે મૂંઝાય
આકાશી છત ને ધરતીની પથારી મારી દરિયામાં ફેરવાય,
હે પ્રભુ ! હવે તું જ કૃપા વરસાવ તો પામર માનવી હરખાય,
આકાશી આફત ટળે ચોમેર મેઘ મલ્હાર ગવાય.
