Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4  

Pravin Mehta

Others

આકાશગમન

આકાશગમન

1 min
16


ગમગીન નહીં તું હસતો રહે,

માનવદેહ સાર્થક કરતો રહે,


પુણ્યનું ભથ્થું તું ભરતો રહે,

ભદ્ર લોકો સાથે વસતો રહે,


દુર્જનોની દૂર દૂર ખસતો રહે,

ફૂલો જેમ સદા ખીલતો રહે,


મારું તારું મનથી મૂકતો રહે,

સમાજને પ્રેમ તું આપતો રહે,


સુંદર ભારતીય તું બનતો રહે,

માનવીના હૃદયમાં રમતો રહે,


જીવનભર લોકોને ગમતો રહે,

પ્રગતિનાં સોપાન તું ચઢતો રહે,


જીવનમાં આગળ તું વધતો રહે,

અવળે રસ્તે ચઢતા બચતો રહે,


નીતિના મારગ પર ચાલતો રહે,

ડૂબતાંઓનો હાથ ઝાલતો રહે,


કલેશ કંકાસ સદા ટાળતો રહે,

કોઈની આંતરડીને ઠારતો રહે,


પતવાર લઈ હલેસા મારતો રહે,

બસ આમ ભવસિંધું તરતો રહે,


દસમો ભાગ કાયમ કાઢતો રહે,

અન્ન, વસ્ત્ર, વિદ્યાદાન કરતો રહે,


ગાયોને ઘાસચારો તું નાખતો રહે,

કોઈને સહાય કરવા દોડતો રહે,


મૃત્યુ પહેલા ચક્ષુદાન કરતો રહે,

છેલ્લે કાષ્ઠશૈયામાં તું પોઢતો રહે,


છેલ્લા અંતિમસંસ્કાર પામતો રહે,

' પ્રવિણ ' આકાશ ગમન કરતો રહે.


Rate this content
Log in