આજનો માણસ
આજનો માણસ
1 min
374
આજનો માણસ ધનથી ભલે રહ્યો અમીર,
પણ માનવતાથી મુફલિસ થતો જાય છે,
આજનો માણસ ખાલી કહેવા પૂરતો,
અમીર બનતો જાય છે,
દાન ઘર્મ હવે ખાલી,
કેમેરાની ચકાચોંધ સામે જ થાય છે,
ખાનગીમાં તો એ અમીરના હદયની,
કંગાલિયત ચાડી ખાય છે,
મોટી મોટી વાતોનો ખડકલો,
આખી દુનિયા સામે થાય છે,
હકીકતમાં તો ગરીબની ગરીબાઈની,
મજાક મશ્કરી જ થાય છે,
મુફલિસોની આવી દુનિયામાં ક્યાંક,
માનવતા પણ ઝળહળી જાય છે,
ધનથી મુફલિસ ભલે હોય,
પણ કર્મની અમીરી અંજાવી જાય છે,
આજનો માણસ ખાલી કહેવા પૂરતો,
અમીર બનતો જાય છે.
