આઝાદી
આઝાદી




આજ જંજીરો છૂટીને હાથ આ આઝદ થયાં,
જાણે કેદ થયેલા સપનાઓ ફરી - ફરી આબાદ થયાં.
ઉડવા લાગે જ મન આકાશમાં રંગો સમીપ,
આટલી સમજણ સુધી જાણે કેવા વિવાદ થયાં.
આ પવનની સાથ હું લહેરખી લઈ લઉં અને,
મૌનના જખમો બધા જાણે ઘણી ફરિયાદ થયાં.
એક આશા જાગીને નિરાશા બધી ઝૂકી ગઈ,
છૂટવા માટે પ્રયત્નોના ઘણા ઉન્માદ થયાં.
માર્ગ ખુલ્યા માર્ગના પણ મંઝિલો આવી નજર,
બંધ હાલતમાં હતા સ્મરણો બધા એ યાદ થયાં.