આઝાદી
આઝાદી
1 min
634
કેટલા વીરોના બલિદાન પછી મળી આ આઝાદી, સાચવીને રાખીશું આપણે હળીમળી આ આઝાદી,
ભારત દેશની આપણે રાખીશું સદાયે ઊંચી શાન,
સારાયે વિશ્વમાં રહેશે હિન્દુસ્તાનનું અદકેરું સ્થાન,
તિરંગાની રક્ષા કાજે આપી દઇશું હસતાં-હસતાં જાન,
દેશ પ્રત્યે હર ઇન્સાનના મનમાં ભર્યું છે છલોછલ માન,
હાકલ પડે જો માતની હરગીજ નહિ વિચારે કોઈ,
બની જશું અમે પણ જુઓ હવે લાલ, બાલ ને પાલ,
સંત શૂરાને કર્મવીરો તણી છે આપણી આ પાવન ભૂમિ, લહેરાશે તિરંગો સદાયે શાનથી ઊંચે ગગનને ચૂમી.
