STORYMIRROR

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

આઝાદ ભારત

આઝાદ ભારત

1 min
156

દેશ આ વીરો તણો, આઝાદ ભારત વીરથી,

દેશ આ વીરો તણો, આઝાદ રહેશે હીરથી,


જ્યાં નદી માતા ગણી પૂજાય છે સન્માનથી,

દેશ આ વીરો તણો, આઝાદ છે એ નીરથી,


રક્તમાં સંસ્કારનો છે વારસો ઉન્નત ઘણો,

દેશ આ વીરો તણો, આઝાદ ઉન્નત શિરથી,


ના કદી અન્યાય સામે એ જરા પણ ઝૂકશે,

દેશ આ વીરો તણો, આઝાદ છે હર તીરથી,


છે તમન્ના હર દિલે કે દેશ મારો રહે અમર,

દેશ આ વીરો તણો, આઝાદ હર જંજીરથી,


શક્તિ સમ નારી અહીં નર દેવ સમ છે ભાસતો,

દેશ આ વીરો તણો, આઝાદ છે તાસીરથી,


ધર્મની નિરપેક્ષતાથી ભેદભાવો ના અહીં,

દેશ આ વીરો તણો, આઝાદ એ નવક્ષીરથી.


Rate this content
Log in