Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે રંગે રમે માવડી

આજે રંગે રમે માવડી

1 min
158


આજે રંગે રમે માવડી,

કોણ કોણ સાથે ધૂળેટી રમે;

અંબાજી,બહુચરાજીમા, રંગે રમે 

આકાશમાંથી રંગોનો વરસાદ વરસે રે.


ગુલાલ,લાલ, પીળાં કેસરી છે રંગો,

રૂડા ખુશી ઉમંગોથી સર્વે દેવીઓ રમે;

ધૂળેટીનો તહેવાર દેવીઓ ઉજવે રે.


ખોડિયારમા, મેલડીમા રંગે રમે,

નવદુર્ગા, ચોસઠ જોગણીઓ રંગે રમે;

રંગ ભરીને ચૂવાળ ચોકમાં રમે. 


ભાવના રંગોત્સવ દેવી મનાવે રે,

ચેહર મા આજે ધૂળેટી રમે રે;

ભૂવાજી, પઢિયાર ને કંકુ છાંટે રે.


નીત-નવા રંગોથી સેવકોને રંગે રે,

દર્શનાર્થીઓને ગુલાલે રંગે રે;

આજે ચેહરમા રંગે રમે રે.


રંગ મસ્તીનો તહેવાર ધૂળેટી છે,

દેવીઓએ કરી ઉજાણી રે;

માવડીએ રંગોની રમઝટ કરી રે.


Rate this content
Log in