આજે આઠમ
આજે આઠમ
1 min
208
આજે આઠમે દેવી ગરબે રમે રે,
નવ શક્તિ, નવદુર્ગા ગરબે રમે રે.
ગબ્બર ગોખે ને ચાચર ચોકે ઘૂમે રે,
સરખે સરખી સહિયરો સંગ ચેહર મા રમે રે.
તાળી કેરા તાલે ઘૂઘરીના ઘમકારે ધરતી ધ્રૂજે રે,
નવલી નવરાત્રી મહીં ભાવના નવચેતન પ્રગટે રે.
સોળે સજી શણગાર નવદુર્ગા ગરબે રમે રે,
એ તાળીનાં તાલે ત્રણ લોક ડોલે રે.
શત શત પ્રગટી જયોતે નવદુર્ગા રમે રે,
મોહક મુખડું મા નું મલકે એ જોઈ ભક્તો હરખે રે.
