આઈસક્રીમ
આઈસક્રીમ
1 min
214
માર્ચ આવ્યો, એપ્રિલ આવ્યો
ગરમીબેનનું વધ્યુ જોર
ઠંડા ઠંડા પીણાની વધી માંગ
ગરમી પડી છે ચારેકોર
આઈસક્રીમ કેતું સૌ લોકોને
મારા વિના કોઈને ના ચાલે ?
મારી જરૂર પડે બધાને
સૌ ખાશે હવે મને કાલે
બાળકોતો મને જોઈને
કેવા થઈ જાય રાજી ?
બજારમાં ગુલ્ફી, ગોલાથી
હું વધારે મારીશ બાજી
બજારમાં વેચાયા આઈસક્રીમ
આઈસક્રીમને આનંદ અપાર
મનમાં મલકાતું,હરખાતુ
લઈ જાવો તમે બે ચાર
ગુલ્ફી, રસ, શીખંડ આ જોઈ
મનમાં ને મનમાં ખીજાયા
સૌ આઈસક્રીમને કરે પસંદ
આપણાથી કેમ સૌ રીસાયા ?
