STORYMIRROR

Chaitanya Joshi

Others Romance

3  

Chaitanya Joshi

Others Romance

આગમન તમારું

આગમન તમારું

1 min
28.2K


ઉરતારને ઝણઝણાવી ગયું આગમન તમારું,

મનચાહ્યું જાણે કે થઈ ગયું આગમન તમારું.


પાનખરને મળી વિદાય વસંત આગમન થતાં,

મનમયૂરને એ ટહૂકાવી ગયું આગમન તમારું.


નયન પણ બન્યાં કેવાં અધિર અવલોકવામાં,

અંગેઅંગને રખે પુલકાવી ગયું આગમન તમારું.


હલચલ હદયની કલમ ન આલેખી શકી પંગુ,

શકે પામી તમને કોઈ ફાવી ગયું આગમન તમારું.


ના પ્રત્યુત્તરે જીહ્વા પણ કામિયાબ થતી આખરે,

મનભાવન મુજને કોઈ આવી ગયું આગમન તમારું.


Rate this content
Log in