આદત
આદત
1 min
118
સુખના ભવનની ઊભેઊભી છત પડી છે,
દુ:ખ ઝીલવાની લીસીલીસી લત પડી છે,
કેવી ઘડી આ બદલાતા ગ્રહ નક્ષત્રની,
યાદોમાં પણ તડપની અછત પડી છે,
સાક્ષીભાવ રાખી હું જોયા કરું છું,
સત્કર્મમાં લ્હાણીની લિજ્જત પડી છે,
પાથરી પથારી પણ આંખોમાં ઊંઘ નથી,
આંખોને પણ રાતોની ગમ્મત પડી છે,
ભાગ્યમાં જે લખ્યું હશે એ જ થશે,
નસીબને દોષ દેવાની આદત પડી છે.
