આદમી
આદમી
1 min
180
અભીપ્સાઓના ખંડેરોનું એક ઉજ્જડ નગર છે આદમી,
ઘર ગલી ને રસ્તા વગરની સૂની સૂની ડગર છે આદમી !
જર્જરિત ઝંખનાઓનો ઉકળતો લાવા ભરેલો છે ભીતર,
અનેક સંભાવનાઓ સંઘરેલું સૂકું સરોવર છે આદમી !
અતૃપ્ત ઈચ્છાઓની પૂર્તિની અફવાઓને પંપાળે ભીતર,
પાનખરમાં સત્યની શક્યતાઓનું તરુવર છે આદમી !
આગામી સુખની અટકળોના ભરોસે દુઃખ સાથે બાથ ભીડે,
સળગતી સ્પૃહાની ભીંતો વચ્ચે ટાઢકનો અવસર છે આદમી !
તારા 'પરમ' મિલનની અભીપ્સામાં ભટકે 'પાગલ' થઈ સૌ,
તું જો મળી જાય તો મરણ પછી પણ અમર છે આદમી !
