આભે ઊગે સૂરજ દાદા
આભે ઊગે સૂરજ દાદા
આભે ઊગે સૂરજ દાદા, ગમતા ગમતા આવે,
સોનેરી આભા સંગાથે, હસતા હસતા આવે,
પૂર્વાકાશે એ રંગો રેલાવે, કેવાં રાતા પીળા !
ચાંદલિયો તો ઝાંખો થાતો, દળતા દળતા આવે,
તારે મઢ્યું નભ રૂપાળું ! અંધારે ઝળહળતું,
ગાયબ થાતા નવલખ તારા, રમતા રમતા આવે,
આવન જાવનનો ઉપક્રમ ને નિયમિતતા સમજાવે,
ઊર્જા દેવા પ્રાણીમાત્રને, તપતાં તપતાં આવે,
ચાંદો, સૂરજ, તારા આભે, છે કુદરતના રૂપો,
ના ચૂકે ક્ષણ કદી પણ, ફરતાં ફરતાં આવે,
અજવાળા ફેલાવી સૂરજ, દેતો સંદેશ રૂડો,
આશા કિરણ બનજો, ભણતા ભણતા આવે,
સંધ્યાનાં રંગો રેલાવી, જાતો સૂરજ ઘેરે,
ઢળતી વય પણ ઉત્તમ, ગણતા ગણતા આવે.
