આ સોળ વરસનું ગાણું
આ સોળ વરસનું ગાણું

1 min

334
આંખ મળીને મળ્યા અમે તો
જગ લાગ્યું રે જુદું
એજ હતી સવાર ને સાંજું
તોય નભ નવલું ખુંદુ
આંખ મીંચું ને મલકે કોઈ
ફરફર ફરકે અંગું
દર્પણ માંડતું રોજ વાર્તા
ખુદને ભાતે રંગું
કોણ ખેપીયો ચાડી ખાતો
હૈયા ફૂટડી વાતું
છાનાં છપનાં ડગ જ્યાં માંડું
ઢોલ વાગતું જગનું
સોળ વાનનું ગાણું મારું
ભર વાટે છલકાણું
મ્હાલને મેળે ઝાંઝર ઝમકે
જોબનીયું મલકાણું
લાગ્યું મીઠડું ભાણું
આ સોળ વરસનું ગાણું(૨)