Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ જિંદગી રંગમંચ છે

આ જિંદગી રંગમંચ છે

1 min
184


આ રંગ સમા રંગમંચની રંગત બની જવું,

આ રીતે ઈચ્છાને રંગભૂમિમાં ઉતારી દઉં. 


અને તમારા મારા જીવનનો એક કિસ્સો ભજવી દઉં, 

આ રીતે રંગમંચ પર એક દીર્ઘ શ્વાસ ભરી દઉં. 


જિંદગીની કલાકારી બતાવી શબ્દોથી મન હરી લઉં,

આમ જ રંગમંચમાં અવનવા રંગો ભરી દઉં.


કરુણાસભર પાત્ર ભજવી સૌની આંખ ભીંજવી દઉં, 

આ રીતે રંગમંચની રંગીનતા બતાવી દઉં. 


કલાકારી કરીને જીવનનિર્વાહ ચલાવી લઉં, 

આ રીતે રંગમંચથી દોરંગી જીવન જીવી લઉં. 


વિધવિધ પાત્રો ભજવી સૌના દિલમાં છવાઈ જઉં, 

આ રીતે રંગમંચનો નવો ઈતિહાસ જ રચી દઉં. 


રંગભૂમિને ભાવનાથી રંગી મંદિર બનાવી દઉં, 

અને પછી રંગમંચને જ ઈશ્વર બનાવી દઉં.


Rate this content
Log in