2020, તું યાદગાર વરસ બનીને ચાલી ગયું
2020, તું યાદગાર વરસ બનીને ચાલી ગયું
વિદાય તારી, વસમી નહીં પણ, વ્હાલી છે, તું એ બતાવી ગયું,
સૌનાં દિલમાં ધિક્કારની ભાવના, તારા માટે, તું જગાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
સો વરસોમાં પહેલીવાર, તારી જાત, બતાવી ગયું,
આખા જગતમાં, ભારે ઉત્પાત મચાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
બધાંય તહેવારોની ઉજવણી, તું ભૂલાવી ગયું,
ખુદની સાથે યાદગાર એક, પ્રવાસ કરાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
દુનિયાને, ઘરનાં એક, ઓરડામાં સમાવી ગયું,
આખા જગતને, તારી મુઠ્ઠીની ભીંસમાં દબાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
કુટુંબની વ્યાખ્યા, વળી નવી શીખવાડી ગયું,
પ્રિયજનોને, આપ્તજનોનો, સાથ છોડાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
એકલતાની મિત્રતાનું, મહત્વ સમજાવી ગયું
સંબંધો, આંગળીનાં ટેરવે, નિભાવતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
જીવનમાં સ્વચ્છતાની જરુરીયાત, બતાવી ગયું,
અસ્વચ્છતા મનની, દૂર કરતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
ઓછી જરુરીયાતોથી, જીવતાં શીખવાડી ગયું,
એક વિષાણુ, જનજીવનને છિન્ન-ભિન્ન, કરી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
માનવજીવનને નવાં, મૂલ્યો શીખવાડી ગયું,
આત્મનિર્ભર રહેતાં સૌને, શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
ચહેરાની સુંદરતાને, માસ્કથી ઢાંકી ગયું,
આંખોની ભાષા, બોલતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
ચાર દીવાલોની વચ્ચે, મનુષ્યને, કેદમાં રહેતાં શિખવાડી ગયું,
પ્રાણીઓ અને પક્ષીઓને, મુક્ત વિહાર કરાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
પારકાં અને પોતાનાં, સૌને રડાવી ગયું,
'ચાહત' સૌને મનની, કરતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું !
