STORYMIRROR

Kairav Antani

Drama

2  

Kairav Antani

Drama

ચાલ રિચાર્જ કરીએ

ચાલ રિચાર્જ કરીએ

2 mins
152

ચાર્જેબલ ટેકનોલોજીની દુનિયામાં મોબાઇલની જગ્યાએ પોતાની જાતને થોડી નવી સ્કિમ સાથે રિચાર્જ કરી લઈએ....

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


પાંચ વર્ષના બાળક માફક એક વર્ષ ઘટ્યું એ વિચારવા કરતા એ દિવસે જન્મ્યા ની ખુશી ભાવના સાથે ફુગ્ગા અને કેક કાપી બર્થડે સેલિબ્રેટ કરીએ..

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


અરીસામાં બાહ્ય દેખાવ નિહાળવા કરતાં એકવાર આંતરિક જાતને નિહાળીએ તથા આંતરીક તથા માનસિક ડાઘ દૂર કરવા મથીએ...

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


નાત જાતની દુશમનીથી કંટાળી, માનવતાનો પ્રેમ અનુભવીએ... 

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


ઇર્ષા, અહંકાર છોડી ચાલ એકવાર સામે ચાલીને મતભેદ દૂર કરી મનમેળ કરીએ ...

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


ભૂતકાળ છોડી ભવિષ્યની ચિંતા વગર ચાલ હાલ જ એક ચ્હાની ચૂસકી સાથે લઈએ...

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


સોનેરી સાંજે હિંચકે દાદા સાથે રેડિયોમાં લતા મુકેશના ગીતો સાંભળીયે .. 

ગીતો સાંભળતા સાંભળતા તેના જમાનાના પ્રસંગો સાંભળી તેના શ્રોતા બનીએ..

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


રાત્રે જમી પરવારી, પપ્પા સાથે અગાસી માં ઠંડી હવા માણી ,પપ્પાના ખભે માથું મુકી લવ યુ કહીએ ...

એ બાપ કે જેણે અંધારામાં પોતાના શરીરે જખમ વહોરી આપણાં અજવાળાને સોનેરી બનાવી તેને દિલ થી એકવાર આભરવ્યક્ત કરીએ ... 

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


વૈભવશાળી જીંદગી નો વૈભવ એટીટ્યુડ થોડો સમય બાજુ પર મુકી મમ્મી ના ખોળે માથું મૂકી થોડો વ્હાલ તથા મમતા માણીએ...

ચાલ જીંદગી રિચાર્જ કરી લઈએ..


આટલુ કરીએ ન કરીએ બસ દુનિયાને છોડી દુનિયા માટે નહીં પરંતુ પોતાની જાત માટે થોડું જીવીએ તથા પોતાની જાત ને પ્રેમ કરવાનું શરૂ કરીએ...

ચાલ જીંદગી ખરેખર રિચાર્જ કરી લઈએ..


Rate this content
Log in

Similar english poem from Drama