Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,'Sagar' Ramolia   Author of the Year 2018 - Nominee

ટહુકાના દેવતાઓ... ટહુકતો મોરલો.... મારી આલમનું અણમોલ મોતી. મોરારીબાપુ રામાયણ લઈને આવ્યા. રમેશ ઓઝા ભાગવત લઈને આવ્યા. નારાયણ દેસાઈ ગાંધી કથા લઈને આવ્યા. ૨૭ પુસ્તકો સાથે સાગર સાહેબ સરદાર વલ્લભકથા લઈને આવ્યા. સમયે સમયે આપણને વક્તાઓ મળતાં રહ્યા.નવી કથાઓ મળતી રહી.એના ગાયકો અને શ્રોતાઓ પણ મળતાં રહ્યા. મારે મેસેજથી ઘણીવાર વાત થાય.એમનો આગ્રહ રહ્યો કે સરદાર કથાનું આયોજન કરો.એક શિક્ષક જે બહુમુખી પ્રતિભા ધરાવે છે. સાગર સાહેબ આપ સાગર નથી. સાગરનું અણમોલ મોતી છો આપ. આવા અણમોલ મોતી ની પરખ મને મોડામોડા થઈ. આ પ્રતિભા ને આ મહામાનવ ને કયા શબ્દોના શણગાર થી મઢુ....? આપ સરદારપીઠ પર બિરાજો છો. સરદારના ગાયક છો. એટલે આપ સરદારબાપુ છો. આવા પૂજ્ય સરદારબાપુને મારી આલમ દંડવત પ્રણામ કરી ધન્યતા અનુભવે છે. આપે સરદારની પ્રતિભાને ગાઈ છે. ગુજરાતના ખમીર ને વંદયુ છે. ગુજરાતની અસ્મિતાને આરાધ્યું છે. સાથે સાથે બાલદેવો ની પણ સ્તુતિ કરી પરમને પોકાર્યા છે. શિક્ષકની આલમને દિવ્યતા બક્ષી છે. જામનગર ના આ રતન જામ સાહેબ ની ધરતીએ અર્પણ કરેલા આ સરદાર દિલ સપૂત ને મારુ ગુજરાત ભાવથી ભજે છે.... એમની પ્રતિભાને ઉજાગર કરતો પરિચય જે દિવ્યકાંત પટેલે આપ્યો હતો એ અહીં મુકું છું.... ‘સાગર' રામોલિયાનો ‘આજકાલ' સાંઘ્ય દૈનિકમાં છપાયેલ પરિચય ‘આજકાલ'ની લોકપ્રિય કોલમ ‘બાલતરંગ'ના બાલમિત્રો, છેલ્લા ઘણાં સમયથી તમે જેમની બાલવાર્તાઓ અને બાલકાવ્યો વાંચો છો તે ‘સાગર' રામોલિયા માત્ર ધંધે જ નહીં વ્યવસાયે પણ શિક્ષક છે, કારણકે શિક્ષકત્વ એમનાં હાડકાંની મજજા સુધી પહોંચી ગયું છે. એવા ‘સાગર' રામોલિયા જેઓ મહાનગર જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે છે.ભરજુવાનીમાં જ જેમનું માનસ બાલ સમર્પિત છે, એવા ‘સાગર' સાહેબનો જન્મ જામનગરના પાદરમાં આવેલા નાનીમાટલી ગામે 1973ની પહેલી ફેબ્રુઆરીએ થયો હતો. ગુજરાતી કવિ વેણીભાઈ પુરોહિતના જન્મદિવસે જ સ્તો! મહાકવિ પ્રેમાનંદનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર પણ આ જ દિવસે જન્મેલા. ફેબ્રુઆરી શબ્દ ‘ફેબ્રેએરીયુસ'નો તદ્‌ભવ છે. લેટિનભાષામાં એનો અર્થ થાય છે, શુદ્ધ કરવું. પ્રાચીન રોમન સભ્યતામાં ફેબ્રુઆરી માસ પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિ માટેનો ગણાય છે, આપણા પુરુષોત્તમ માસની જેમ જ.ભાઈ રામોલિયાના હાથે એમના ગજા પ્રમાણે ગુજરાતી પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કંઈક થશે એવા સંકેતરૂપે જ ભગવાને એમને આ ક્ષેત્રમાં પડવા માટે એસ.એસ.સી. પછી પી.ટી.સી.કરાવ્યું અને શિક્ષણક્ષેત્રનો વ્યવસાય સ્વીકાર્યા પછી પણ તેઓ ભણતા રહ્યા અને હિન્દી વિષય સાથે સ્નાતક થયા. શિક્ષક થવું એ માવતર થવાનો કીમિયો છે. બધાને ‘માસ્તર' થતાં નઆવડે. જેની પાસે ‘મા'નું હેત ભરેલું હૈયું હોય અને બાપની માર્ગદશર્ક આંખ હોયએ જ ‘માસ્તર' થઈ શકે. આ નવયુવાન ‘સાગર' રામોલિયામાં બાળકોને કંઈક ભણાવવાની અદમ્ય ઈચ્છા તો હતી જ. એ ઈચ્છાએ જ એમની કલ્પનાને નવો આલોક આપ્યો અને એમના હૈયામાંથી બાલકાવ્યો, બાલવાર્તાઓ,જોડકણાંઓ રૂપે બાલસાહિત્ય સર્જાવા લાગ્યું. સાથે સાથે ગઝલો અને હઝલોમાંપણ સફળતાપૂર્વક હાથ માર્યો. એમને મળ્યા પછી એવું ચોક્કસ લાગે કે એમના સાહિત્ય સર્જન પાછળ અનુભૂતિનો આવેગ છે. તે નિશ્ચિતપણે બાલપ્રેમી છે. જે એક સારા શિક્ષકનું લક્ષણ છે. શિક્ષણકાર્ય સમયેએમના વર્ગખંડમાં ચોકોર છવાયેલી ચેતના એમનો બાલપ્રેમ સૂચવે છે. બાલશિક્ષણક્ષેત્રે તેઓ ભવિષ્યમાં પણ ઉણા ઉતરે એવું હાલમાં તો લાગતું નથી. પણ એમનું સાચું વ્યકિતત્વ તો ઉભરે છે એમનાં સાહિત્ય સર્જનમાં. ગદ્યમાં એમણે બાલવાર્તાઓ ઉપર કલમ અજમાવી છે.ગુજરાતના એક જાણીતા સાંઘ્ય દૈનિક ‘આજકાલ'માં તેઓ નિયમિત બાલવાર્તાઓ લખે છે. જામનગરના કવિ ભૂપેન્દ્રશેઠ ‘નીલમ' એમના વિશે લખે છે,‘‘ભાઈશ્રી ‘સાગર' રામોલિયા નક્કર પરિણામની અપેક્ષાએ અવનવું લખે છે.જેમાં ગીત, ગઝલ, હઝલ, અછાંદસ, હાઈકુ, મુકતકો, મોનોઈમેજ વગેરે ગણી શકાય. વ્યકિતગત ચરિત્રોના પ્રલંબ કાવ્યો પણ લખે. બાલસાહિત્ય સર્જન સાથે હાસ્ય, કટાક્ષ-વ્યંગ રચનાઓ પણ હોય. જેમાં હઝલ પ્રમુખ છે. દીર્ઘકાવ્યો પણ લખે છે. પોતાની સર્જનશકિતને અર્થોપાર્જન અર્થે જોતરવાની તમા રાખ્યા વિના નિજાનંદ માટે લખ્યે જ જાય છે અને પ્રકાશિત પણ થયે જાય છે.''ગુજરાતી બાલસાહિત્યજગત એમની પાસેથી ઘણું પામશે એવું ચોક્કસપણે લાગે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાય મંજૂર થયેલ છે તેવાં બે પુસ્તકો ‘અંતાક્ષરી જોડકણાં' અને બાળવાર્તા સંગ્રહ‘હરખાનો હલવો' પ્રકાશિત થયેલ છે. જે બાળકોને ખૂબઆનંદ પમાડે એવું છે.અત્યાર સુધીમાં નાનાં મોટાં હજારેક કાવ્યો લખ્યાં હશે. સામાજિક વિધિનિષેધો અને મર્યાદાઓને આવરી લેતું ‘વિધવા' નામનું રપ00 પંકિતઓનું દીર્ઘકાવ્ય લખ્યું છે. સરદાર પટેલના જીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું એક દીર્ઘકાવ્ય ‘સરદારનું ગીત' ૨૫00 પંકિતઓમાં લખ્યું છે. જે કાબિલેદાદ છે.અનુષ્ટુપ છંદમાં લખાયેલા આ કાવ્યમાંએ સમયનો ઈતિહાસ ઢબુરાઈને સૂતો છે.મા ભગવતીનાં ભકિતગીતો ‘ખોડલગીત' નામની પુસ્તિકામાં પ્રકાશિત થયાં છે. આર્યસમાજ, જામનગરે તેઓનું મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન પર આધારિત ‘દયાનંદગાથા' દીર્ઘકાવ્ય પણ પ્રકાશિત કર્યું છે. ‘મારી બલા' નામનો એક હાસ્ય સભર હઝલ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ગુજરાતના અનેક આગેવાન સામયિકોમાં યથાવકાશ લખ્યે જ જાય છે. ગુજરાતના લગભગ વીસેક દૈનિકો,સાપ્તાહિકો અને માસિકોમાં એમની કૃતિઓ યથાવકાશ પ્રગટ થાય છે.‘સાગર' રામોલિયાનું વ્યકિતત્વ ઉભય પાસાંવાળું છે. જેમની સાથે મન પ્રાહવે-પ્રસન્નતા અનુભવે એમની સાથે કલાકો સુધી બોલ્યા કરે અને કયારેક કોઈની સામે બોલાવવામાંય મોંમાં આંગળાં નાખવા પડે. પણ એમના સાહિત્ય સર્જનની સફળતાનો ગ્રાફ યથાગતિએ ઊંચે ચડયે જ જાય છે. રાજકોટના ગીજુભાઈ ભરાડે કરેલ જ્ઞાનતુલા કાર્યક્રમ અંતર્ગત તેમનું બાળવાર્તાનું પુસ્તક ‘કાબેલ કાબર' પ્રકાશિત થયેલ છે. આ તેમજ અન્ય મળી ૩૬૫પુસ્તકોની શોભાયાત્રા રાજકોટમાં ફરેલ.આ ‘સાગર' મહાસાગર બને એવી શુભેચ્છા સાથે આવા મહાસાગર ને અલગારી નત મસ્તક થઈ પોતાનો પૂજ્યભાવ અર્પણ કરે છે. રાકેશ પટેલ......અલગારી read more

  Literary Brigadier

તેને ફોન કરી જો

Drama

લોકો જ્યાં અંજાયા, તેને ફોન કરી જો! ..

1    202 2

જાવાનું

Inspirational Others

'હો' સોદો પ્રેમનો, ચિંતા લગીરે તેમાં નૈ, અજાણે કે સજાણે છેતરાઈ જાવાનું.' જીવનમાં સમય મુજબ વર્તી લેવા...

1    112 11

આવરણમાં

Fantasy

છુપાયું હશે કોઈ ત્યાં આવરણમાં, હવા છે સુગંધી અહીં એક રણમાં..

1    415 47

સજા

Tragedy

life takes exams..

1    302 4

આ બધાં સાથે જ છે

Drama Tragedy

very painful..

1    135 4

વસંત ટહુકે છે

Drama Romance

Spring season. .

1    428 15

ચૂંટણી આવી

Classics Crime

Let's go buddy..

1    253 23

મને

Drama

મોટાઈમાં ન માપો મને..

1    295 16

છેતાળીસનો થયો

Abstract Classics

About the years ..

1    260 7

હશે

Others

'ભાર હળવો બારણાનો હો થયો, જ્યારે તાળું તેનું ખોલાયું હશે, 'બાગનાં ફૂલો ભરી બેઠાં સભા, ચહેરોજોતાં ટો...

1    243 8

ઈશ્વરકૃપા

Drama

There is no window to ...

1    660 5

ગગાને કોણ સમજાવે?

Drama Tragedy

About the dream for..

1    4.4K 13

મને હીરો હોવાનો વહેમ છે

Comedy Drama Inspirational

A superb confession of confusion of myself as hero..

1    7.1K 11

સહનશીલ

Inspirational Thriller

Feelings to let go. . only two..

1    7.1K 8

ગામની ધરોહર

Drama Inspirational

Wonderful description of village..

1    6.8K 9

શહેરને થયું છે શું? (ગીત)

Drama Thriller

How is the city's view? How is..

1    6.8K 7

મૃત્યુ (અછાંદશ)

Drama Thriller Tragedy

Read it carefully.. death..

1    13.0K 6

ગગાને કોણ સમજાવે (હઝલ)

Comedy Crime Drama

Who will say.. how these things works...

1    12.8K 20

કરો ખમૈયા

Others

'હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા ! ગયા કાન પાકી, કરોને ખમૈયા ! અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી, બધી એબ ઢાંકી, કર...

1    14.2K 12

ગગા સામે

Classics Drama Fantasy

Poor people ...

1    6.7K 8

કલા સામે

Others

'મોરલી શી વગાડતો વાદી, ડોલતો નાગ એ અદા સામે.' મદારીના સાપની જેમ કોઈના સુરે ડોલવું એ કળા નથી, પરંતુ મ...

1    6.9K 7

સવાર થયું

Abstract Drama Fantasy

It's a morning!! ...

1    6.8K 17

પ્રભો દે !

Inspirational Others

'માનવ જીવનમાં સાચા માનવ તરીકે માનવસેવા કરી જવા માટે શક્તિ અને બુદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરતા સજજ...

1    6.9K 13

પછી ફોન કરજો

Drama Fantasy Thriller

Call after sometime..

1    13.7K 8

આભે સવારી

Inspirational Others

'ટાંટિયાને ખેંચવા તૈયાર રે'તો તે સદા,સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.' એક બીજાની ઈર્ષા કરતો માનવ સ...

1    13.5K 11

૧૦. આભારી બની

Drama Inspirational Thriller

Memories of inlaws... After second marriage.

1    14.2K 11

ઘણી ખમ્‍મા

Inspirational Others

'ઘણી ખમ્‍મા વિચારવાન સસરાને, ઘણી ખમ્‍મા સાસુની સમજદારીને, ઘણી ખમ્‍મા બંનેના નિર્ણયને, ઘણી ખમ્‍મા એમન...

1    6.9K 11

સમાજ અને સસરા

Drama Inspirational Thriller

Daughter in law can do marriage again after the death of husband...

2    13.8K 15

સાસુની વ્‍યથા

Inspirational Others

'દીકરી મારી એક વાત સાંભળો, વિચારીને જવાબ દેજો જી, રે! મારે તમારા વિવાહ કરવા છે, બાપ તમારો માની લેજો ...

2    6.5K 9

નણંદ-ભાભી

Classics Drama Inspirational

Love for nanand and bhabhi

1    14.1K 7

દિયર-ભાભી

Others

મારા દેરીડાને કદીયે આંચ ન આવે, આ દેરાણી તો શોધું હું એવી ! હો, રાજ, ભાભી હું એના મનમાં સમાણી.' દિયર-...

1    7.0K 8

સાસુ-સસરા

Drama Inspirational Thriller

My inlaws are great

1    14.2K 10

વિધવાનું આક્રંદ

Others Tragedy

'અરે, પ્રભુ ! તારે ને મારે હતું શું વેર ? વેરી બની શીદ આવ્‍યો રે ? મારા પતિદેવને આવ્‍યું મરણ, અભાગિય...

2    13.8K 14

ગામડું

Classics Drama Inspirational

In the village unity is there.

1    12.8K 11

સૈનિક (બાળકાવ્ય)

Children Drama Inspirational

Bullets can teach us... One two three...

1    13.7K 13

કનૈયાની રાહ જોઉં છું (ગઝલ)

Crime Drama Inspirational

Waiting for the lord krishna or next birth of krishna

1    13.7K 14

જામ્યો વર્ષાનો માહોલ

Inspirational

કાળાં કાળાં વાદળ, એની લીલા છે અનેરી; વીજ વાતો કરવા, જાણે લેતી એને ઘેરી, મોતી વરસે અણમોલ, જામ્યો વર્ષ...

1    13.8K 13

આભે સવારી

Inspirational

આમ જોવા જાય તો આ મન મદારી હોય છે, આખું જગ ડોલાવવા તેને ધખારી હોય છે. સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવ...

1    13.7K 9

ખુશી

Fantasy Others

આ સુણી કોઇનો સાદ આવે ખુશી, કોઇ વરસાદમાં સાથ લાવે ખુશી. કોઇ તેને છડેચોક જૈ ઊજવે, કોઇ મમળાવી-મમળાવી...

1    14.0K 12

જીવે છે

Inspirational

ઈચ્છે ચમકું ચાંદ-સૂરજ-શો, પણ એ તારામાં જ જીવે છે. કૂવાનું ઊંડાણ માપે, પણ આજે ખાડામાં જ જીવે છે.

1    6.7K 12

વરસાદ વરસે છે જુઓ

Inspirational

'મોરના ટહુકાર ગાજે છે ભરી દુનિયા મહીં, દેડકા બોલે ટરર, વરસાદ વરસે છે જુઓ.' ચોમાસાના રંગીન નજારાનું સ...

1    13.2K 6

ફૂલોની દુનિયા

Abstract Fantasy

‘સાગર’ આ દુનિયા છે ખૂબ નિરાળી, નિરાશાને કરે ચૂર ફૂલોની દુનિયા.

1    6.9K 6

સવાર થયું

Others

'લો, હું જાગ્યો, સવાર થયું, જાગી ભાગ્યો, સવાર થયું. મારી આ આવડતના બળે, મુજને તાગ્યો, સવાર થયું.' ઊગત...

1    7.0K 10