Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your E-book published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your E-book published

#31 Days : 31 Writing Prompts (Season 3)

PARTICIPATE

Share with friends

ઉપરના બેનરમાં જે ચિત્ર છે, તે આજના દિવસનો વિષય છે !

ઘણીવાર આપણે એવું અનુભવીએ છીએ, કે કંઇક લખવું છે. પણ શું લખવું તે આઈડિયા આવતો નથી ! તમને લખવા માટે કોઈ વિષય મળતો ના હોય, અથવા ક્યાંથી લખવાનું શરું કરવું તે સમજાતું ન હોય ! તો ચિંતા છોડો, આપની મદદ માટે અમે હાજર છીએ !

સ્ટોરીમિરર ફરી એકવાર લઈને આવ્યું છે એક ચેલેન્જીંગ લેખન સ્પર્ધા : 31 દિવસ : 31 પ્રોમ્પ્ટ (ચિત્ર) લેખન સ્પર્ધા - સીઝન : 3 StoryMirror is back with Season 3 of our "31 Days : 31 Writing Prompts" – 31 દિવસ સુધી રોજ નવું લખવા માટે તમારી સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને વિચારોને પડકાર આપતી એક અનોખી લેખન સ્પર્ધા.

તમારે ઉપરના બેનરમાં દેખાતા ચિત્રને ધ્યાનમાં રાખી વાર્તા અથવા કવિતા લખવાની રહેશે. તમે રમૂજી, હળવી, પ્રેમકહાની, ક્રાઈમ સ્ટોરી, પ્રેરણાદાયી કે કેવી રચના લખવા માંગો છો ! તે તમારે નક્કી કરવાનું છે. તો ચાલો તમારી કલ્પનાશક્તિને પાંખો આપો અને જે સુઝે તે લખવાનું શરુ કરી દો. 

નિયમો :

1.    સ્ટોરીમિરર દ્વારા રોજ રાતે 12:00 am વાગે એક નવું જ ચિત્ર મુકવામાં આવશે.

2.    બેનરમાં જે ચિત્ર દેખાય છે, તે આજના લેખન માટેનો વિષય છે. તમારે  બેનરમાં દેખાતા ચિત્રને ધ્યાનમાં રાખી વાર્તા અથવા કવિતા લખવાની રહેશે.

3.    દરેક ચિત્ર સ્પર્ધાના અંતિમ દિવસ (5 જૂન) સુધી એક્ટીવ રહેશે. તમે "All Prompts" માં જઈ આગળના (વીતેલા દિવસોના) બધા ચિત્રો જોઈ શકશો.

4.    સ્પર્ધકે પોતાની મૌલિક વાર્તાઓ અને કવિતાઓ જ સબમિટ કરવી જોઈએ.

5.    આપ ચાહો એટલી વાર્તાઓ અને કવિતાઓ સબમિટ કરી શકો છો, આપ એક જ ચિત્ર પર પણ એક કરતાં વધારે વાર્તા કે કવિતા લખી શકો છો. લેખન શૈલી માટે કોઈ બંધન નથી.

6.    લેખન માટે શબ્દોની મર્યાદા નથી.

7.    ઈમેઈલ, હાર્ડકોપી, ફોટોકોપી કે સ્પર્ધાની લીંક સિવાય સબમિટ કરવામાં આવેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

8.    સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

9.    આપની રચના લાઈવ થતાં, આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મોકલી આપવામાં આવશે.

સાહિત્ય પ્રકાર :

 વાર્તા

કવિતા

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા.

ઇનામ :

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    31 દિવસ સુધી યોગ્ય સમય મર્યાદામાં પોતાની તમામ 31 રચનાઓ સબમિટ કરનાર સ્પર્ધકને પોતાની ઈ-બૂક બનાવવાનો મોકો મળશે.

3.    દરેક વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમયગાળો :  1 મે 2021 to 5 જૂન 2021

પરિણામ : જૂલાઈ 10, 2021

સંપર્ક : વિષ્ણુ દેસાઈ

Email: Vishnu@storymirror.com

Phone number: +91 97231 85603 (whats app)



Trending content
13 70