Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Children Stories Inspirational

4.9  

Kalpesh Patel

Children Stories Inspirational

પરીક્ષા

પરીક્ષા

5 mins
2.3K


રજત નાનો હતો ત્યારે તે મોસાળમાં મામાને ત્યાં જઇને વેકેશનની મોજ માણતો. અને તે વખતે તેના મામાના ગામડામાં તેનું એ વેકેશન ક્યારે વીતી જતું ખબર જ પડતી નહીં ! આજના સમયમાં રજતને ક્યારેક એવું થઇ આવે કે ફરીથી તેના બાળપણમાં દિવસો પાછા આવી જાય તો કેવું સારું ? આજે, તો એ તેના છોકરા સમીરને વેકેશન મળે એટલે, તરતજ સમીરને એકસ્ટ્રા ક્લાસ શરૂ કરાવી દે છે, રજત આજે પણ માનતો હતો કે વેકેશન એ બાળકોનો સમય છે, આ દિવસો છોકરાઓને તેમના બાળપણનાં સમયને માણવાનો છે. ત્યારે રાધિકા તેની પત્ની તેનાથી જુદી વિચારધારા ધરાવતી હતી. “કીટી પાર્ટીની તેની અન્ય બહેનપણીઓમાં ‘વટ’ પાડવામાં, સમીરની ‘વાટ’ કાઢી નાખવા બેઠી હતી. અને સમીર ને તેના સ્વપનમાં ઢાળવા માંગતી હતી. અને તેનું સમીરના કુમળા માણસ ઉપર કેવળ શાળાકીય પરીક્ષા લક્ષી સફળતા માટે દબાણ રહેતું હતું. 

રજતે રાધિકાનો વિરોધ કરી કીધું હતું કે, રાધિકા ચાલને આ વખતે સમીરને લઈ જૂની રમતો રમાડવા માટે પોતાના વતને જઇ આવીએ, જેથી કરીને સમીર પણ તેના બાળપણના સંભાળણા એકઠા કરી શકે. રજત દ્રઢ પણે માનતો હતો કે વેકેશન માત્ર બાળકો માટે જ નહીં પણ, બધાને લાગુ પડે છે કારણ કે, ભાગ દોડ અને ટ્રેસના આ સમયમાં એક બીજાની સાથે રહીને આનંદ માણવાથી એકંદરે કાર્યદક્ષતા વધતી હોય છે.

રજતે રાધિકાને કહ્યું, જો રાધિકા આપણે જે શેરીની રમતો કે રૂમના ઓરડાની રમતો, જેવી કે, ગિલ્લી દંડા, ક્રિકેટ, ચોર સિપાઈ, કે ચેસ, લૂડો આપના મિત્રો સાથે પહેલાંના સમયે સાથે રમતા હતા, તે રમતોનું સ્થાન આજે ઓન-લાઈન ગેઇમે લઈ લઈ લીધું છે. તું પણ માનીશ, પરંતુ આ રમતો દોસ્તો- સાથીઓ સાથે રમવાથી જ ખરી મોજ આવે, આજની મોબાઈલની પબજી કે બીજી અન્ય ગેઇમમાં પણ સમીરને મજા નહીં આવે તેવી આપણે તેને મજા કારવીશું.રજતે ફરીથી કહ્યું હે રાધિકા …ચાલ આપણાં વતને આ વેકેશનમાં સમીરને લઈ, આપણે રમેલી એ જૂની રામતોને યાદ કરી ફરી એક વાર સમીરની સાથે બાળક બની બાળપણની યાદોમાં ખોવાઈ જઈએ.

પણ રાધિકા એકની બે ના થઈ, અરે રજત ના તેનું વેકેશન ગામડે જઇ વેડફવાનું નથી.અને આખરે રજતે, એક ચાલ, ચાલી, રાધિકાને કહ્યું કે. “ભલે રાધિકા, તું કહે તેમ સમીરને “કોટા” શહેરમાં વેકેશન ક્રેશ બેચમાં એડમિટ કરાવું છું”. “પણ મારે કંપનીના કામે પંદર એક દિવસ ટુર ઉપર જવાનું છે, એટલે તારે તેટલો સમય અહી એકલા રહેવું પડશે”..

સમીર બિચારો બાળક, આમેય આખા વરસ દરમ્યાન સ્કૂલ ઉપરાત છ કલાકના ટ્યૂશન, અઢળક બદામ અને શંખ પૂશ્પિની બોટલોનો સતત મારો ચલાવ્યા પછી પણ તેની એનુયલ પ્રોગ્રેસ બૂકમાં પૂરા ૩૦ ટકા માર્ક સાથે તેને પાંચમા ધોરણમાં રી- ટેસ્ટ ક્લિયર કરવાની શરતે ચડાવવામાં આવેલો હતો, ત્યારે રજત ચેતી ગયેલો, કે સમીરને અભ્યાસથી વધારે મોકળાશની જરૂર છે. રિટેસ્ટ ક્લિયર કરાવવાના બોજ અને નારાજગી સાથે, રાજતે તેને કોટા શહેરમાં ચાલતા કોચિંગ ક્લાસની પિક અપ વાનમાં ચડાવ્યો ત્યારે, સમીરે માત્ર રડવાનું બાકી રાખેલું હતું.

બીજા દિવસે, રજત ટુરના બહાને ઘેરથી નીકળી કોટા શહેરના કોચિંગ ક્લાસમાં પહોચ્યો અને ખોટુ બહાનું કાઢી સમીરને ક્લાસમાંથી ઉઠાવી લીધો અને તેઓ ઉપાડ્યા ગામ.રજતે, કહ્યું સમીર દીકરા તે કદીય નહીં માણી હોય તેવી તને હું મજા કરાવીશ. આપણે મારા ગામ જઈએ છીએ. ‘જ્યારે હું બાળક હતો ત્યારે સત્તા અને પ્રસિદ્ધિનાં સપનાં સેવતો હતો. અત્યારે હું વયસ્ક થયો છું ત્યારે ફરીથી બાળક બની જવાનું સપનું સેવું છું.’ જે મારે તારી સાથે જોવું છે.

સમીર બેટા આપણાં ગામમાં આપણાં ઘરની પાછળ કુંભારવાડો આવેલો છે અને ત્યાંથી દિવસભર ગધેડાંનો ભૂંકવાનો અવાજ તને સંભળાયા કરશે. અને આપણાં બા મીઠા પાણીના કૂવે પાણી ભરવા જાય ત્યારે તું તેમની સાથે જરૂર જઇ એ કૂવામાં તું ચાહે તેટલી કારણ વિનાની બૂમો પાડી તેના પડઘા સંભળજે તને મજા આવશે. સાંજ પડતાં જ ગામના ચોકમાં આવેલા સિંહગઢમાંથી અસંખ્ય ચામડચીડિયાં ઊડતા હોય છે ત્યારે તેના ફોટા તારા મોબાઈમાં લઈ લેજે.તને પાછળથી કોક દિવસે તે જોવાની મજા આવશે. મારા મિત્ર કરસનનો છોકરો મહેશ તને આંબલી પીપળીની રમત શીખવાડશે અને રમાડશે.શેરીમાં તારે જેટલું રમવું હોય તેટલું રમજે અને કપડાં ધૂળવાળાં થાય તેની ચિંતા કરીશ નહીં.

સમીરને મન તેના પપ્પાની વાતોની કોઈ અસર નહતી, તેને ગામ જવાં મુદ્દલ ઈચ્છા નહતી, તે માનતો હતો, કે પપ્પાના ગામડે જવું તેના કરતાં તો કોટાના કોચિંગ ક્લાસ સારા, કમ સે કમ ક્લાસના કલાકો પછીની મોકળાશ તો ખરી. આમ વિચાર કરતો રહ્યો અને પપ્પાનું ગામ આવી ગયુ.

રજતના “માં”, સવિતાબા,રજત અને સમીરને જોઈ રાજીના રેડ થઈ ગયા, તે રાત્રે તો મોડે સુધી વાતો કરતાં રહ્યા, અને સવિતાબાએ સમીરને તેના પપ્પાના બાળપણના તોફાનો વિષે વાતો કરી અને સૂઈ ગયા. બીજે દિવસે સવારે રજત તેના દીકરા સમીરને લઈ તેના મિત્ર કરસનને ઘેર ગયો અને તેના દીકરા મહેશની સાથે સમીરની ઓળખાણ કરવી કહ્યું તે સમીરને તેઓના રોકાણ દરમ્યાન કંપની આપે.

મહેશે સમીરને ગામમાં લઈ જઇ તેના અન્ય મિત્રો સાથે પરિચય કરાવ્યો અને ગ્રામ્ય રમતોનો પરિચય મળે તે હેતુથી એવું નક્કી થયું કે બધી મુખ્ય રમતોની ચિઠ્ઠીઓ બનાવી અને રોજ એક ચિઠ્ઠી ઉપાડવી, તેમાં જે રમતનું નામ નીકળે તે રમત રમવી. આમ નીચેની રમતોની ચિઠ્ઠીઓ સમિરે બનાવી એક ડબબીમાં મૂકી.

૧) ગીલ્લી – ડંડા

૨) લખોટીઓ

૩) આઈસ-પાઈસ

૪) લંગડી

૫) પકડ-દાવ

૬) ઉભી ખો

૭) બેઠી ખો

૮) આંઘળી ખીશકોલી

૯) પત્તા

૧૦) આંબલી- પીપળી

૧૧) કબ્બડી

૧૨) સાપ સીડી

૧૩) વેપાર

પહેલા બે દિવસ સમીર અતડો રહ્યો, પણ પછીના દિવસોમાં તે મહેશ અને ગામના બીજા સાથે હળી મળી ગયો હતો.સાવ સાદી ગ્રામ્ય રમતો સમીર એકધારી અને કલાકો સુધી ગામમાં રમતો રહેતો. મોડી સાંજે સવિતાબાને રોજ સમીરને શોધવા ગામમાં જવું પડતું અને સમીર જ્યારે તેના ધૂળ થી ખરડાયેલ કપડાં અને મેલા પગ લઇને ઘરમાં આવતો, અને ફાનસના અજવાળાથી ઘરની દીવાલ ઉપર પડતા તેના લાંબા પડછાયાને જોતો, ત્યારે તેને રોજ લાગતું કે હવે તે મોટો થઇ છે ’વાઉં.’ કરતો ચીયર બોલી ઊઠતો. હવે રાત્રે પણ સમીરને સાથીદારના સપના આવતા એ ગવલી શું કરતી હશે ?, જેના આંગણામાં આજે પકડ દાવની નવી રમત રમ્યા હતા. પેલા રમેશની ચડ્ડી કેવી કાંતમાં ભરાઈ ને ફાટી ગઈ હતી....!આ બધામાં સમીરને આંબલી પીપળીની રમત બહુ પસંદ આવી, કારણ કે આં રમતમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ અને ટાઈમિગ મહત્વના હતા, જેની સમીર હંમેશા પરીક્ષા વખતે ખોટ અનુભવતો હતો. ગામના પાદરે આવેલા વડના મોટા વૃક્ષો પર ઝપાટાભેર ચડવાનું, ઊંચી ડાળ પરથી નીચે કુદકો મારવાનો, એક ડાળ પરથી બીજી ડાળ પર વાંદરાની જેમ લટકતા જવાની મજા કઈ ઓર હતી, અને આ બધી ક્રિયામાં શરીર સાચવવાનું પણ ખરું. સમીરે તેના ગામના રોકાણ દરમ્યાન શારીરિક સૌષ્ઠવ ખિલવતી. શારીરિક રીતે સક્ષમ કરતી ગ્રામ્ય રમતો રમી સહજીવનના અને સામાજીક એકતાના ગુણ મહેશ અને તેની ટોળી પાસેથી જાણ્યા હતા. અને તે હવે તેનામાં આત્મવિશ્વાસ મહેસુસ કરતો હતો.

 પંદરમાં દિવસે જ્યારે રજતે, સમીરને તેના સાથીદારો લઈ સેલફી લેતો જોયો ત્યારે, સંતોષ હતો કે તેણે સમીરના કોચિંગ ક્લાસમાં બ્રેક પડાવ્યો તેમાં કોઈ ભૂલ નથી કરી.

સમીરનું મન તો ગામ છોડવાં માનતું નહતું, પણ પરીક્ષા ક્લિયર કરવાનું ભારણ હોઇ,સમીરે મન દ્રઢ કરી, આવતા વેકશનમાં ફરી આવવાના મહેશને કોલ આપી બાકીના પંદર દિવસના કોચિંગ ક્લાસ ભરવા કોટા પરત ગયો.

એક મહિના પછી સમીરનું રિટેસ્ટનું રિઝલ્ટ આવ્યું ત્યારે, તેના ક્લાસ ટીચર અને સ્કૂલના પ્રિન્સિપાલ છક રહી ગયા. સમીરે રિટેસ્ટની પરીક્ષામાં રેગ્યુલર એન્યુઅલ પરીક્ષામાં પહેલો નંબર લાવનાર કરતાં પણ વધારે માર્ક લાવી પરીક્ષા ક્લિયર કરી હતી. પ્રિન્સિપાલ રાધિકાના વખાણ કરતાં હતા ત્યારે રાધિકા, રજતને કહેતી હતી, જોયું, તમારું માનીને આપણે ગામડે ગયા હોત તો સમીર પરીક્ષામાં શું ઉકાળી શક્યો હોત ! રજત તે વખતે સમીરની સામે જોઈ મંદ હાસ્ય સાથે બોલ્યો, ચલ રાધિકા આપણે સમીરની પરિક્ષાના ટેન્શનને અન-બોક્સ કરીને લાઈફને એન્જોય કરીએ અને સમીર દ્વારા લેવાતી પેરેંટિંગની પરીક્ષામાં સફળતા મેળવીએ.


Rate this content
Log in