Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Children Stories Fantasy Thriller

3  

Margi Patel

Children Stories Fantasy Thriller

ક્રિશ અને હૅરી પોટર - પાંચ પડાવ

ક્રિશ અને હૅરી પોટર - પાંચ પડાવ

6 mins
237


ક્રિશ અને હૅરી પોટર બંને વૉન્ડરલેન્ડમાં ખોવાઈ ગયાં હોય છે. બંનેને બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નહોતો મળતો. બસ એવામાં ત્યાં કંઈક અવાજ આવવા લાગ્યો. એ અવાજ પાછળ ક્રિશ અને હેરી પોટર ગયાં તો ત્યાં તેમને વોલ્ડેમોનને જોયો. ક્રિશ અને હૅરી પોટર બંનેનાં માથા ઉપર ચિંતાના વાદળ છવાઈ ગયાં હતાં. વોલ્ડેમોનને પહેલીથી જ ખબર હતી કે ક્રિશ અને હૅરી પોટર અહીંયા જ છે. અને વોલ્ડેમોન, ક્રિશ અને હૅરી પોટર બધાં ને ખબર હતી કે આ વૉન્ડરલેન્ડમાંથી ફક્ત એક સાથે એક કે બે જ વ્યકિત બહાર નીકાળી શકશે.

એક બાજુમાં વોલ્ડેમોન અને બીજી બાજુમાં ક્રિશ અને હૅરી પોટર પણ રસ્તો શોધવામાં ત્યાં ખુબ જ મહેનત કરી રહ્યાં હતાં. ત્રણેયની નજર એક સાથે એક ખૂણામાં મૂકેલા સંદૂક ઉપર પડી. અને બધાં સાથે જ ત્યાં પહોંચ્યા. વોલ્ડેમોન અને ક્રિશ - હેરી પોટર ની વચ્ચે લડાઈ થઈ. લડાઈમાં ક્રિશ અને હૅરી પોટર જીતી ગયાં. પણ વોલ્ડેમોને ચાલિકીથી ત્યાં જ બેહોશ થવાનું નાટક કરીને, ત્યાં ક્રિશ સંદૂક માં મૂકેલી ચિઠ્ઠી વાંચતો હતો. અને એ ત્યાં વોલ્ટેમોન સાંભળતો હતો. ચિઠ્ઠીમાં આ વૉન્ડરલેન્ડમાંથી બહાર જવાનો પાંચ પડાવ લખેલા હતાં. પડાવ પણ જે ક્રમ માં હતાં તેમ જ પૂરા કરવાનાં હતાં. નહીંતર તે ફરીથી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ જઈને આવીને ઊભાં રહેશે. પડાવ માં પણ એક પૂરો થાય ત્યારે જ બીજો પડાવનો રસ્તો પહેલી વસ્તુ જોડે જ હશે. અને જો આ પડાવ બાર કલાકમાં પૂરા નહીં કર્યા તો હંમેશા માટે ક્રિશ અને હૅરી પોટર આ વૉન્ડરલેન્ડમાં કેદ થઈને રહી જશે.

ક્રિશ અને હૅરી પોટર તેમના પહેલા પડાવ તરફ પ્રસ્થાન કરી રહ્યાં હતાં. તેમનો પહેલો પડાવ એક વીંટી શોધવાનો હતો. ક્રિશ અને હૅરી પોટર આમ તેમ બધે જ ખુબ જ પ્રયાસ કરી રહ્યાં હતાં. છતાં કોઈને વીંટી મળી જ નહીં. ક્રિશ હૅરી પોટર ને કહે છે કે, " આપણે વીંટી એવી જગ્યાએ એ શોધવી જોઈએ જ્યાં કોઈ વિચારી પણ ના શકે. વીંટી હશે પણ નાની. જેથી ખુબ જ ધ્યાનથી આપણે શોધવી પડશે. " હૅરી પોટરએ ક્રિશની વાતમાં સૂર પૂરાવીને ફરીથી સોડવાનું શરુ કર્યું. કલાક ઉપર થઈ ગયો હોય છે. છતાં વીંટી મળતી નથી. હૅરી પોટરએ જોરથી હાથ દિવાલ ઉપર મારીને બોલ્યો કે, " આમના આમ તો બાર કલાક ક્યારે પૂરા થઈ જશે એ ખબર પણ નહીં પડે. " હૅરી પોટરના આવું કહેતાની સાથે જ તેની નજર દિવાલ ઉપર લાગેલી તસ્વીર ઉપર ગઈ. અને તરત જ ક્રિશ ને બૂમ પાડી ને બોલાવ્યો. અને કહ્યું કે, " ક્રિશ આ તસ્વીર તને કંઈ અલગ નથી લાગતી. કંઈ તો એવી વસ્તુ છે જે આંખમાં ખૂંચે છે. " તસ્વીર દેખતા દેખતા હૅરી પોટરની નજર એ તસ્વીરના એક પુસ્તકના છેલ્લા પાના ની અંદર રાખેલી વીંટી ઉપર ગઈ. ક્રિશ અને હૅરી પોટર બંને એ ખુશ થઈને ત્યાંથી એ વીંટી નીકાળી લીધી.

ક્રિશ અને હૅરી પોટર નો પહેલો પડાવ પાર થઈ ગયાં ની સાથે જ બંને ને બીજા પડાવની શોધમાં પણ નીકાળી ગયાં. વીંટી પુસ્તક માં હતી, તો બીજો પડાવ પણ કોઈ પુસ્તક જ હતું. બંને વીંટી લઈને પુસ્તક ની શોધમાં નીકાળી પડ્યાં. આગળ જતા જ ક્રિશ અને હૅરી પોટર ને વોલ્ડેમોનના હાથમાં એક ડાયરી દેખાઈ. ક્રિશ અને હૅરી પોટર બંને ચકિત થઈ ગયાં કે, વોલ્ડેમોન અહીંયા કેવી રીતે આવ્યો. અને તેના હાથમાં આ ડાયરી કેમની આવી. ક્રિશ અને હૅરી પોટર વોલ્ડેમોન જોડે ડાયરી માંગી. પણ વોલ્ડેમોને ના પાડીને તેમના હાથમાંથી વીંટી છીનવાની કોશિશ કરી. ત્રણે જોડે સમય ખૂબ ઓછો હતો. તેથી નક્કી કર્યું કે બધાં સાથે જ રહીને બધાં પડાવ પૂરા કરીશું. વોલ્ડેમોને ડાયરી ક્રિશ અને હૅરી પોટરના હાથમાં આપી દીધી. જયારે તેમને વીંટી એ ડાયરીમાં ભરાવી ત્યારે તરત જ ડાયરી ના પત્તા ખુલી ગયાં. અને સાથે એક પેન પણ આવી ગઈ. જાદુઈ ડાયરીમાં જે પણ કોઈ સવાલ લખે એનો જવાબ મળતો. વોલ્ડેમેને ડાયરીમાં લખ્યું કે, " દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે ? " ડાયરીમાંથી જવાબ આવ્યો, "ક્રિશ અને હૅરી પોટર" વોલ્ડેમોન ગુસ્સા સાથે ત્યાંથી ચાલ્યો ગયો. ક્રિશ અને હૅરી પોટર એ તેમના ત્રીજા પડાવનો રસ્તો પૂછ્યો. અને તેમને જવાબ મળતા જ ક્રિશ અને હૅરી પોટર તેમના આગલા પડાવ તરત પ્રસ્થાન થયાં.

ત્રીજો પડાવમાં એક કપ હતો. ક્રિશ અને હૅરી પોટર સાથે સમય ખુબ જ ઓછો હતો. એ કપ ના અંદર જ તેમનો 4 પડાવ પણ છૂપાયેલો હતો. વોલ્ડેમોન ક્રિશ અને હૅરી પોટરની પાછળ પાછળ ચાલતો હતો. જયારે ક્રિશ અને હૅરી પોટર બંને એક રૂમમાં કપ શોધી રહ્યાં હતાં ત્યાં એક ખૂણામાં વોલ્ડેમોન શાંતિથી બેસ્યો હતો. અને ત્યાં એક કાગળ લઈને રમે જતો હતો. ક્રિશ અને હૅરી પોટર ખુબ જ મહેનત કરી રહ્યાં હોય છે. ક્રિશ અને હૅરી પોટર ને ત્યાં એક રકાબી તો મળી. પણ કપ ક્યાં જ મળતો નહતો. એવામાં ક્રિશની નજર વોલ્ડેમોન ઉપર ગઈ. વોલ્ડેમોન એ કાગળ સાથે અલગ અલગ વસ્તુઓ બનાવતો હતો. અને ક્રિશે વિચાર કરતાં કહ્યું કે, " વોલ્ડેમોન તને આ કાગળ નો કપ બનાવતા આવડે છે?" વોલ્ડેમોને કંઈ પણ જવાબ ના આપતાં સીધો કપ જ બનાવીને ને ક્રિશ ના હાથમાં આપી દીધો. ક્રિશે તરત જ એ કપ ત્યાં પડેલી રકાબી માં મૂક્યો. રૂમ ખુબ જ પ્રકાશની રોશની સાથે બધાની આંખો અંજાઈ ગઈ. અને કપ કાગળની જગ્યાએ ત્યાં માટીમાં પરિવર્તન થઈ ગયો. પ્રકાશની રોશની ઓછી થતાં બધાની નજર એ કપ માં પડી. અને કપમાં એક ક્રિસ્ટલ હતો. જેવી ક્રિશે એ ક્રિસ્ટલ ઉઠાવ્યો એવી જ ત્યાં એ કપ અને રકાબી એક દરવાજામાં બદલાઈ ગયો.

ક્રિશ અને હૅરી પોટર ને એ ચોથો પડાવ પાર કરવા માટે આ ક્રિસ્ટલને સહી સલામત આ દરવાજાની બહાર લઈ જવાનો હતો. ખુબ જ અંતરમાં પથ્થર મૂકેલા હતાં. એ પથ્થર ને પાર કરવાની સાથે જ ક્રિશ અને હૅરી પોટર નો ચોથો પડાવ પૂરો થઈ જશે. પણ જેવો જ ક્રિશ અને હૅરી પોટર એક પથ્થર ઉપર પગ મૂક્યો એવો જ ત્યાં લાવાજળનાં ફુવારા ચારે બાજુમાં ઊડવા લાગ્યાં. જેવું જ ક્રિશ અને હૅરી પોટર એ પથ્થર ઉપર પોતાનું બેલેન્સ કર્યું એવા જ લાવાજાળ બંધ થઈ ગયો. ક્રિશ અને હૅરી પોટર ધીમેથી બીજા પથ્થર ઉપર પગ મૂક્યો. ત્યાંતો બંને ઉપર બરફનો વરસાદ થવા લાગ્યો. અને ખુબ જ તેમના શરીર ઉપર વાગતો પણ. બરફનો પહાર સહન ના થતાં તરત જ ક્રિશ અને હૅરી પોટર એ ત્રીજા પથ્થર ઉપર કૂદકો મારી લીધો. ત્રીજા પથ્થર ઉપર કૂદકો મારતા જ જોર જોરથી પવન અને માટી ઊડવા લાગી. બંને આ ભયંકર વાવાઝોડાથી બચીને ચોથા પથ્થર ઉપર પગ મૂકવાની સાથે જ કાન ફાડી નાંખે એવા અવાજ આવવા લાગ્યો. અને પાછળ પાછળ વોલ્ડેમોન પણ આવી રહ્યો હતો. વોલ્ડેમોને ક્રિશ અને હૅરી પોટર નો હાથ પકડીને ત્યાંથી મોટો કૂદકો મારીને તરત જ જમીન ઉપર આવી ગયાં. અને તેની સાથે જ અવાજ આવવાનો પણ બંધ થઈ ગયો. ક્રિશ અને હૅરી પોટર એ તેમના ચોથા પડાવ પ્રમાણે ક્રિસ્ટલ એ દરવાજા માં મૂકતા જ દરવાજો ખુલી ગયો.

વોલ્ડેમોન, ક્રિશ અને હૅરી પોટર દરવાજા ખુલતા જ તેમની સામે પાંચમા પડાવ તેમનું જ સ્વાગત કરી રહ્યો હતો. પાંચમા પડાવમાં વોલ્ડેમોન, ક્રિશ અને હૅરી પોટરને નગીનાનો સામનો કરવાનો હતો. નગીના એક ખુબ જ શક્તિશાળી નાગ હતો. ક્રિશે પહેલા પોતાની શક્તિનો ઉપીયોગ કરીને નગીના ને મારવાનો પ્રયાસ કર્યો. પણ નગીના ઉપર કોઈ જ અસર ના થઈ. વોલ્ડેમોન ક્રિશ ઉપર હસતાં હસતાં નગીના ના સાથે કેવીરીતે લડાય એ હું બતાવું કહીને વોલ્ડેમોન નગીના સામે લાડવા ગયો. વોલ્ડેમોને તેની બધી જ શક્તિ વાપરી પણ નગીના ઉપર કોઈ જ અસર ના થઈ. અને છેલ્લે નગીના વોલ્ડેમોન ને ખાઈ ગઈ. ક્રિશ અને હૅરી પોટર બંને સાથે લડતા હતાં નગીના સાથે. છતાં નગીના ઉપર કંઈ જ અસર ના થતી. અને સમય પણ ખુબ જ ઓછો રહ્યો હતો. એવામાં જ હેરી પોટર ને તેના ગુરુની વાત યાદ આવતા. હેરી પોટરે ડમ્બર સેનની ટોપીમાંથી એક તલવાર બહાર નીકળતા જ નગીનાનું માથું તેના ધડથી અલગ કરી દીધું. અને નગીના ત્યાં જ ધીરે ધીરે રાખ થઈને ઊડી રહ્યો હતો. ક્રિશે હૅરી પોટર ને પૂછ્યું, " તારા જોડે આ તલવાર ક્યાંથી આવી?" હૅરી પોટર કહે છે, " આ તલવાર મારા ગુરુજી ડમ્બર સેનની છે. આ હંમેશા તેમની ટોપી માં જ રહે છે. જયારે જરૂર પડે ત્યારે જ નીકળે છે. આ તલવારનો ઉદેશ ગરુડમાં કર્યો છે." એવામાં જ એક પ્રકાશની કિરણ આવીને પૂરા રૂમમાં પડે છે. અને નગીના ત્યાંથી ગાયબ થઈ જાય છે.

નાગિનની ગાયબ થવાના સાથે જ વૉન્ડરલેન્ડથી બહાર નીકળવાનો રસ્તો મળી જતા. ક્રિશ અને હૅરી પોટર ત્યાંથી બહાર નીકાળી જાય છે. અને આ વૉન્ડરલેન્ડને હંમેશા માટે ક્રિશ અને હૅરી પોટર બંને પોતાની શક્તિઓથી ગાયબ કરી દે છે.


Rate this content
Log in