Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Medha Antani

Others

3  

Medha Antani

Others

"પીચર"ની ટીકીટ

"પીચર"ની ટીકીટ

2 mins
14.9K


રેસકોર્સની સામે જ એ ગોલા વેચતો. "વિજય ગોલાવાળા" નામની એની રેંકડી. ગેલેક્સી સિનેમાનો શૉ છૂટે એની દસ મિનિટ પહેલેથી ઊભો રહી ગયો હોય. ભોલો, શરબતના એક બે શીશા અને બરફની છીણના મશીનવાળી તૂટલીફૂટલી રેંકડી સાથે. શૉ છૂટતાં જ લોકોનું ધાડું બહાર નીકળે ત્યારે ભોલાને બે વાતની કાગડોળે રાહ હોય. એક તો એની બોણી થાય અને બીજું, એના કાને "પીચર"ની એક બે વાત પડે તો મજો મજો થઈ જાય.

એમાંય એકાદો કોઈ માણસ ગોળા ખાવા ઊભો રહી ગયો હોય તો બરફની છીણ બનાવતા બનાવતા કાન સરવા રાખી ને ભોલો પીચર અને "અમીતાબચન"નો થોડોક ચિતાર મેળવીને ખુશ ખુશ થઈ જાતો.

ઘરાકી ન હોય ત્યારે ગોળાની ચૂસકી લેતો હોય એમ બચ્ચનના ચિતરેલા પોસ્ટરને આંખોથી પી જતો. રેકડીનું નામ પણ "વિજય" કાંઈ અમથું રાખ્યું'તું?

રોજની એકાદ રૂપિયા જેટલી કમાણી અને ઘરમાં ખાનારાં સાત. ભોલાના 'બચ્ચન'ને પરદા પર જોવાના ઓરતા પોસ્ટર સુધી જ રહી જતા.

સિનેમા સામે તાકી ને વિચાર્યા કરતો, "ગેલેક્સીમાં તો મોટા માણહ પીચર જોવે. આપડે તો ધરમ ટોકીજમાં "વીર માંગડાવાળો" જ પોહાય."

આજે ય કાઈ ખાસ ઘરાકી હતી નહીં,એટલે "દિવાર"ના પોસ્ટર ને લાલચભરી નજરે જોતો બેઠો જ હતો. ત્યાંજ એની નજર રસ્તા પરની વપરાયેલી ટીકીટ પર પડી. બચ્ચનનો ફોટોય હતો એમાં. ધારી ધારીને જોયા પછી ધીરેકથી એણે ખિસ્સામાં સરકાવી દીધી.

રાત્રે કિસાનપરા પાછળની વસાહતમાં એના ઝૂંપડાંમાં છોકરાઓનો અડ્ડો જામ્યો હતો. વચ્ચે ભોલો ઠાઠથી બેઠો હતો અને કહેતો હતો, "આજે તો કાંંય વકરો થ્યો, તે મેં તો તૈણ રૂપિયા ખરચી નં ટીકીટ લીધી ને દિવાર પીચર જોયું.. આમ મોઢા ફાડીનં કાંં જોવો? જોઈ લ્યો આ ટીકીટ.. ગેલેક્સીની સે. અમિતાબચન તો સું જાઈમો સે..! હાલ એય પવલા.. મારી મોર થા નં કનુભાઈ નં ન્યાંં થી મારે હાટુ પાન લેતો આય તો.."

ને ભાઈબંધોમાં ભોલાનો રોલો અત્યારે દિવારના "વિજય"થી જરાય કમ નહોતો.


Rate this content
Log in