Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

આપત હું

આપત હું

1 min
6.8K


આખું આભલું માંગ્યું હોત તોય આપત હું 
ગજવામાં તારા, ચાંદ તારાઓનેય ઘાલત હું 

રહે નાખુશ તું, મંજૂર નથી ક્યારેય અમોને 
આપવાને ખુશી, ગમતું બધુંય લાવત હું 

રસ્તો ભલેને હોય ગમે તેવો ઉબડખાબડ 
રહી સંગાથ, તારા પગલે પગલે ચાલત હું 

સહ્યાં એકલાં એકલાં, દર્દો સઘળા ચૂપચાપ 
જીવનના ઝંઝાવાતોમાં, હાથ તારો ઝાલત હું 

પરિસ્થિતિ છોને હોત નાજુક ગમેતેવી 'જશ' 
રહી હરપળ સાથે, જીંદગીભર તને પાલત હું


Rate this content
Log in