Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થઈ જવું
થઈ જવું
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   6.9K    2


Content Ranking

આઝાદ થઈ જવું કે આપવાદ થઈ જવું;
તારા છે હાથમાં કે એકાદ થઈ જવું!

ચર્ચા કરીને થાક્યા સમજ્યું ના કોઈ પણ--
એકાન્તને જ ઓઢી તાદાદ થઈ જવું.

કાયાની ગાંસડીમાં શું શું ભર્યું હશે;
સઘળું ભૂલીને પ્યારે; આબાદ થઈ જવું.

ઝઘડા- ફસાદના સૌ મુદ્દા ફગાવીએ;
ભીતરથી કોઈ બોલે સંવાદ થઈ જવું!

આગળ ઉપર સરોવર મીઠું મળી જશે;
પ્યાસા હરણની નાભિ કે નાદ થઈ જવું 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..