બની જાઉં
બની જાઉં
1 min
6.7K
દરિયો તું બને તો હું વાદળ બની જાઉં,
ઓઢી લઈ આકાશ ને ઝરમર વરસી જાઉં.
આભ તું બને તો હું પંખી બની જાઉં,
સ્વપ્નોને તારા પાંખમાં લઈને ઊડી જાઉં.
ઉપવન તું બને તો હું કોયલ બની જાઉં,
આંગણમાં તારા હેતનાં ટહૂકા વેરી જાઉં.
નદી તું બને તો હું એક નાવ બની જાઉં,
તારા દિલનાં અરમાનોને પેલે પાર લઈ જાઉંં.
રણ તું બને તો હું મૃગજળ બની જાઉં,
અધૂરી તારી પ્યાસને 'જશ' આશ દઈ જાઉં