Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ૐ નમ: શિવાય;
ૐ નમ: શિવાય;
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   6.9K    8


Content Ranking

સ્મરણ સદા તાજું રહેવાનું નમ: શિવાય ૐ નમ: શિવાય;

ભાંગ; ધતૂરો; અમૄત જાણું નમ: શિવાય ૐ નમ: શિવાય !

તને અમસ્થો યાદ કરું ત્યાં પ્રગટે છે આંખોના દીવા;

ગઝલ-ગીતમાં તને સજાવું નમ: શિવાય ૐ નમ: શિવાય !

દીવાલની આ પાર વસું હું; દીવાલની ઓ પાર વસે તું--

દૄશ્ય ભલેને ઝાંખુંપાંખું નમ: શિવાય ૐ નમ: શિવાય !

કોણ કહે છે અભિન્ન છીએ ભિન્ન છતાં પણ એક જ છીએ;

જો તડપે તું મળવા આવું નમ: શિવાય ૐ નમ: શિવાય !

ટોચ ઉપર તું એકલવાયો નીચે ઊતરે તો તું જણે--

છે જ નહીં કંઈ અંતર ઝાઝું નમ: શિવાય ૐ નમ: શિવાય !

શીવ-શંકર સ્મરણ ભાંગ ધતુરો આંખો દીવા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..