Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Others

3.3  

Chetan Gondalia

Others

યોગી

યોગી

1 min
439



ફૂલોની જેમ ખરવાનો ભય નથી;

માણસની જેમ મરવાનો ભય નથી !


વિચાર-વ્યવહાર, જાગતિક કારણોથી પર ,

સમાધિસ્થ પ્રજ્ઞ છું, હું દિગંબર-નગ્ન છું !


પીડા-વ્યથા વિના નિર્ભય-અભય છું;

મારે કંઈ જાય નથી, કોઈ પરાજય નથી!


છે, શૂન્ય, સનાતન, શાશ્વત સ્થિરતા !


જીવન-મૃત્યુથી અજરામર - અક્ષય છું;

મારે કંઈ લય નથી, કોઈ પ્રલય નથી !


શૂન્યમાંથી પ્રગટી શૂન્ય થયો છું ફરી ,

વત્તા-ઓછાં થવાનો હવે કોઈ ડર નથી !


તેથી જ તો..

ફૂલોની જેમ ખરવાનો ભય નથી;

માણસની જેમ મરવાનો ભય નથી !



Rate this content
Log in