Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હે પ્રભુ...!

હે પ્રભુ...!

1 min
13.5K


તારા જેવો ઉદાર બીજે મળે યા ન મળે.

તારા જેવો સૂત્રધાર બીજે મળે યા ન મળે. 


અલંકારે અનન્વય અબ્ધિવાસી અનંતમાં, 

તારા જેવો દિલદાર બીજે મળે યા ન મળે.


છું અવિરત શોધમાં કાલકાલાંતરથી વિભુ, 

તારા જેવો શણગાર બીજે મળે યા ન મળે. 


કરે ઝંખના ભવોભવથી ભક્તો આરાધતા, 

તારા જેવો દિલાવર બીજે મળે યા ન મળે. 


જિજ્ઞાસા, અપેક્ષા, પ્રતિક્ષા તારાં જનોની, 

તારા જેવો હારોહાર બીજે મળે યા ન મળે. 


Rate this content
Log in