મા કાલરાત્રિ
મા કાલરાત્રિ
1 min
116
આજે દિલમાં હરખ ઉભરાયા છે,
આસોનું સાતમું નોરતું આવ્યું રે,
કાલરાત્રિ મા નારંગી રંગમાં શોભે રે,
નારંગી રંગ અગ્નિ, તેજનું પ્રતીક રે,
ગોરના કૂવે નવદુર્ગા ચેહર સંગે રમે છે,
સાતમું નોરતું નારંગી રંગમાં રંગાયું છે,
કાલરાત્રિ મનનાં મનોરથ પૂર્ણ કરશે રે,
નવધા ભક્તિનું ફળ તરત આપે છે રે,
ભાવના સમજી અમી દ્રષ્ટિ કરજો રે,
સૌ ભેળાં મળીને ફળફળાદી લાવ્યાં રે,
કાલરાત્રિ માનું રૂપ વિકરાળ લાગે રે,
આ માડી તો મંગલ પ્રદાનકારક છે રે,
નારંગી રંગના વસ્ત્રો નવદુર્ગા પહેરે રે,
નારંગી રંગ જ્ઞાનનું પ્રતીક કહેવાય રે,
