બાળપણના એ દિવસો
બાળપણના એ દિવસો
1 min
477
કાગળની એક નાવ હતી,
તરતી જેમાં બાળપણની માસુમિયત હતી.
કાગળનું એક વિમાન હતું,
ઉડતું જેમાં બાળપણનું એક શમણું હતું.
નાનકડી એક ગાડી હતી,
ચાલતી જેની સાથે બાળપણની એક મુસ્કાન હતી.
દોરીનો એક હીંચકો હતો,
ઝૂલતો જેમાં બાળપણના નિખાલસ હાસ્યનો સ્વર હતો.
રંગીન કપડાં હતા,
ભર્યા જેમાં બાળપણના અનેક રંગ હતા.
મસ્તી ભર્યા એ દિવસો હતા,
રહી ગયા જે એક મીઠી યાદ બનીને આજે.
