રોયા કરે છે...
રોયા કરે છે...
1 min
13.5K
બાપ રોજે વાદળો જોયા કરે છે,
ને પછી છાને ખુણે રોયા કરે છે.
ચાસ કોરા પુરવા જિવતર કેરા બસ,
જાત આખી લોહીથી ધોયા કરે છે.
રોજ સુરજ સામે લડતો મર્દ થઈ ને,
તેજ આંખોનું હવે ખોયા કરે છે.
કે આભને ભરોસે કાયમ રહીને,
આંચળો ઈચ્છા તણા દોયા કરે છે.
દીકરીના સેંથે સિંદુર પુરવા કાજ,
આંસુ ભેળું સપનું બોયા કરે છે.