Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

અનપઢ 'મા'

અનપઢ 'મા'

1 min
6.5K


જોયું,
ઊંધું કર્યું,
સીધું કર્યું,
ઉપર કર્યું, નીચે કર્યું,
આમ પકડ્યું; તેમ પકડ્યું,
ચારે બાજુ ગોળ ફેરવ્યું !
શ્વેત પૃષ્ટભૂમિ ઉપર કાળી શ્યામ શાહી જેવું-
કંઈક લીટીઓ; કંઈક ટપકાઓ;

સમજણની સાવ ઉપર એવું !
ઘેલી ઘેલી ઉતાવળ ને
અટકાવતી દીકરી બોલી:
"થોભ તો જરા"
"થંભ તો જરા"
"આમ નહીં આમ" પકડાયું સીધું જેવું,
ઘેલું હય્યુ ઉભરાયું એવું,
વર્ષોની તપસ્યાને છેડે
આંખોનાં ઝળઝળિયાં સાથે;
આજે એ અનપઢ 'મા'
એ દીકરીની "ડિગ્રી"ને જોયું.


Rate this content
Log in