રામ થવાય છે
રામ થવાય છે
1 min
7.1K
વેદનાના સાગરમાંય તરાય છે
આંસુનાં સરોવરમાંય નવાય છે
જરુરી નથી જંગલમાં જ હોવું
ઘરમાં પણ લૂંટાઇ જવાય છે
મનમાં છૂપાયેલો રાવણ મરે તો
આપણાથી પણ રામ થવાય છે
મળે જ્યારે પણ પ્રેમ પોતિકાનો
હ્રદયમાં અપાર ખુશી છવાય છે
હોય ભલે ગલીઓ નફરતની 'જશ'
ખુલ્લે આમ બિન્દાસ ફરાય છે