Jashubhai Patel

Others


Jashubhai Patel

Others


મારાથી

મારાથી

1 min 6.8K 1 min 6.8K

કવિતા ક્યાંક શરમાઈ છે મારાથી,
વેલી એક કરમાઈ છે મારાથી.

જોર ક્યાં ચાલે છે ક્યાંય કોઈનું,
લાગણીઓ થોડી નરમાઈ છે મારાથી.

ઘા તો ઝીલ્યાં છે જિંદગી આખી,
વેદનાઓ ક્યાં ધરબાઈ છે મારાથી?

હતું તે બધુંય તો દીધું છે આપી,
માગણીઓ કેમ ફરમાઈ છે મારાથી?

કરવી પડે છે આજીજી હવે તો રોજ,
કલ્પના 'જશ' રિસાઈ છે મારાથી.


Rate this content
Originality
Flow
Language
Cover Design