STORYMIRROR

kusum kundaria

Children Stories Inspirational

3  

kusum kundaria

Children Stories Inspirational

છત્રછાયા

છત્રછાયા

1 min
356

જેના પર મા-બાપની છત્રછાયા હોય છે.

સુખમાં એ જ સૌથી સવાયા હોય છે.


આંગળીથી નખ જેમ વેગળા ગણાય.

બાકી બધા આખરે તો પરાયા હોય છે.


બાળપણ જેનું વિતે માવતર વિનાનું.

જગમાં એ બિચારા ગણાયા હોય છે.


'મા' નો ખોળો દેવોને પણ છે દુર્લભ.

મા વિના બાળ જગથી ઘવાયા હોય છે.


ભૂલો ભલે બધું મા-બાપને ના ભૂલશો.

ગીત સદીઓથી એટલે ગવાયા હોય છે.


Rate this content
Log in