Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ચાલને રમીએ ઘરઘર

ચાલને રમીએ ઘરઘર

1 min
6.6K


ચાલને રમીએ ઘરઘર, મજા પડશે,
ચાલને થઈએ તરબતર, મજા પડશે.

સ્નેહભૂખી ધરતી આજ તપે છે કેવી,
વરસી જા થોડી ઝરમર, મજા પડશે.

ખુલ્લંખુલ્લા પ્રેમ ભલે કરે તું આજ,
ઓઢીલે આ ફરફર, મજા પડશે.

નુરજહાં બની પ્રેરણામૂર્તિ તાજમહલની,
બની જા સંગેમરમર, મજા પડશે.

જે જોઈએ તે માગી લે તું 'જશ',
ખુશ છે આજે હરિવર, મજા પડશે.


Rate this content
Log in