તમને યાદ કર્યા
તમને યાદ કર્યા
1 min
6.9K
સૂની પાળે પાળે તમને યાદ કર્યા,
સૂકી ડાળે ડાળે તમને યાદ કર્યા.
એકલતા લાગી ચૂભવા જ્યારે અમને,
એકેક ક્ષણે ક્ષણે તમને યાદ કર્યા.
જૂની યાદોનાં નગરમાં ફરતાં ફરતાં,
હરેક ગલીએ ગલીએ તમને યાદ કર્યા.
રડતા હૈયાને મનાવવા કોશીશ કરી ત્યારે,
આંસુનાં તોરણે તોરણે તમને યાદ કર્યા.
હવે આ યાદો બની છે સહારો 'જશ',
વેદનાની ધારે ધારે તમને યાદ કર્યા.