Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

પરોપકાર

પરોપકાર

1 min
13.8K


તરુવર નિ:સ્વાર્થ ફળે છે પરોપકાર કરીને,

સંત સૌ નિ:સ્વાર્થ જીવે છે પરોપકાર કરીને,


જીવન બની જાય સુગંધિત પરકાજ જીવે,

સરિતા નિસ્વાર્થ વહે છે પરોપકાર કરીને,


સહી સઘળો ભાર ધરા આશ્રય આપતી,

અવની નિ:સ્વાર્થ રહે છે પરોપકાર કરીને,


ઊભા અડીખમ ધુરંધર અંબરને આંબતા,

પર્વત નિ:સ્વાર્થ ટકે છે પરોપકાર કરીને,


આભ ઉજાળતો રવિ તેજતપને અર્પતો,

સૂરજ નિ:સ્વાર્થ તપે છે પરોપકાર કરીને,


પરોપકાર સદૈવ કાર્ય કરતાં ધન્ય જીવન,

સજ્જન નિ:સ્વાર્થ રહે છે પરોપકાર કરીને.


Rate this content
Log in