Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

બર્થડે ગીફ્ટ

બર્થડે ગીફ્ટ

1 min
6.8K


તારા સુના સ્વપ્નમાં આવવા દે મને એકવાર
તારા બંધ હૈયામાં પ્રવેશવા દે મને એકવાર
 
કહે તો, સૂરજને ગજવામાં ઘાલીને લાવું
તારા અંતરને અજવાળવા દે મને એકવાર
 
ફૂલ તો શું, બે-ચાર તારલા ય તોડીને લાવું
તારા ભીના કેશને ગૂંથવા દે મને એકવાર
 
ચન્દ્રની ધવલ ચાંદનીની ભારી બાંધી લાવું
તારા મુખ પર ચોપડવા દે મને એકવાર
 
આકાશી મેઘધનુષને ધરતી પર ઊતારી લાવું
તારા ગોરા હાથોને 'જશ' રંગવા દે મને એકવાર


Rate this content
Log in