દરિયો
દરિયો
1 min
1.1K
હૈયામાં મારા ઘૂઘવ્યો દરિયો
આંખમાં મારી ઊછળ્યો દરિયો
રહેતો જે છલોછલ છલકતો
ને સદાય મનોમન મલકતો
આજ અચાનક વરસ્યો દરિયો
હૈયામાં મારા ઘૂઘવ્યો દરિયો
ગાજ વિજ તોફાન ભયાનક
આવ્યું બધું સામટું અચાનક
જોને કેટલું ગરજ્યો દરિયો
હૈયામાં મારા ઘૂઘવ્યો દરિયો
હાલક ડોલક નાવ અમારી
ઉપર નીચે થાય બિચારી
તોયે કશું ન સમજ્યો દરિયો
હૈયામાં મારા ઘૂઘવ્યો દરિયો
પડ્યો ઉપર વરસાદ ધોધમાર
માંડ માંડ થયું 'જશ' શાંત
કેટલા દિવસે હરખ્યો દરિયો
હૈયામાં મારા ઘૂઘવ્યો દરિયો
હૈયામાં મારા ઘૂઘવ્યો દરિયો
આંખમાં મારી ઊછળ્યો દરિયો