Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

કંઈક કહ્યું હશે

કંઈક કહ્યું હશે

1 min
7.0K


આ પતંગિયાંએ ફૂલના કાનમાં જરૂર કંઈક કહ્યું હશે,
એટલે જ તો આ ફૂલ આટલું હરખપદુડું બન્યું હશે.

વારે વારે ટહૂકતી કોયલડી આટલા મૂડમાં કેમ છે,
જરૂર એને પણ આજે મનગમતું કોઈ મળ્યું હશે.

ઓછું હતું તે પાછો પાગલ પવન પણ દોડતો આવ્યો,
નક્કી બગીચાનું કોઈ સૂકું પાદડું ખડખડાટ હસ્યું હશે.

આ બાંકડો પણ જુઓને મલક મલક કેવો મલકાય છે,
લાગે છે કે તેની પર બેસનાર કોઈનું મન ખિલ્યું હશે.

હસી હસીને તાળીઓ લેતી કૂંપળોને તે 'જશ' શું કહેવું,
એમનાં દિલોમાં પણ જરૂર આજ કોઈ વસ્યું હશે


Rate this content
Log in