Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ભરું છું ,

ભરું છું ,

1 min
14.3K


હરેક ફૂલમાં મીઠી મીઠી ખુશ્બુ ભરું છું,
સંધ્યા બનીને આકાશમાં રંગો પુરું છું.

નિર્લજ તારલાઓ ટીકી ટીકીને જુએ છે,
એટલે તો આમ વાદળ ઓઢીને ફરું છું.

પાલવ ઊડાડી છેડતી કરવા રહેતા આતુર,
પાગલ પવનને હળવે હાથે ઘાયલ કરું છું.

તમાશો જોતાં આ વ્રુક્ષો કેવાં મલકે છે,
આમ જ , હું રોજ સૌના મનને હરું છું.

મન ભ્રમર બની ગુંજારવ કરવા લાગે ત્યારે,
રસઝરતા પ્રેમનો રસથાળ તેને ધરુંં છું.

ન છે કોઇ બીક , ન ફિકર છે મને કશી,
ગહેરા આ મહાસાગરમાં બિન્દાસ તરું છું.

છવાઇ છે મદહોસી , વાતાવરણમાં 'જશ',
દિલોમાં સૌના પ્રણયનો રસ થઇ ઝરું છું.


Rate this content
Log in