આવવા લાગી
આવવા લાગી
1 min
13.6K
આંખમાં ઝાંખપ ઝીણેરી આવવા લાગી;
દૃષ્ટિ સઘળું ઝીણુંઝીણું કાંતવા લાગી.
શબ્દનું કલ્યાણકારી રૂપ જોયું તો--
જિન્દગી જાણે કે ઊંડે તાગવા લાગી.
કાફલો આવી ગયો નૂતન વળાંકો પર;
પેન સસ્તી; સ્વપ્ન મોંઘાં આપવા લાગી.
છે તરસ કેવી મજાની માણવા અમૃત---
કુંભ- અમૃત બ્હારથી પણ ચાખવા લાગી.
લાખ લૂટાઈ ગઈ તાજી વસંતો તો--
પાનખર પીળીય પ્રીતમ પામવા લાગી!