Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ગઝલ

ગઝલ

1 min
13.5K


મૌન કેવું તરફડે બોલકુ બની ,

નીર જેવું ખળભળે બોલકુ બની .

બીક જેવું છે નહી આ જગતમાં ,

તોય કેવું ફડફડે બોલકુ બની .

શું કહેવું,જો કોઇ બોલે નહી ,

માંખ જેવું બણબણે બોલકુ બની .

ચૂપકીદી છે છવાઇ ચોતરફ ,

કોણ પાછુ ગણગણે બોલકુ બની .

આમ તો લાગે સદા ડાહ્યું ડમરુ ,

તોપ જેવું ધણધણે બોલકુ બની .

દોડતું તે દૂર સુધી કારણ વિના ,

અશ્વ જેવું હણહણે બોલકુ બની .

સાવ ખાલી લાગતું 'જશ' આમ તો ,

જામ જેવું ખણખણે બોલકુ બની 


Rate this content
Log in